જમ્મુ-કાશ્મીરના પુલવામાં બીજો એક આતંકી હુમલો, યૂપીના મજૂરોને મારી ગોળી
જમ્મુ-કાશ્મીર, 24 ઓકટોબર : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ફરી એકવાર આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપ્યો છે. આ વખતે, આતંકવાદીઓએ પુલવામાના ત્રાટ વિસ્તારમાં એક બિન-કાશ્મીરીઓને નિશાન બનાવતા ઉત્તર પ્રદેશના એક મજૂરને ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પીડિતની ઓળખ શુભમ કુમાર તરીકે થઈ છે. તે બિજનૌરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બટાગુંડ ગામમાં આતંકવાદીઓએ શુભમને હાથમાં ગોળી મારી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુભમની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે.
છેલ્લા એક સપ્તાહમાં કાશ્મીરમાં પ્રવાસી મજૂરો પર હુમલાનો આ ત્રીજો મામલો છે. રવિવારે, ગાંદરબલ જિલ્લામાં એક બાંધકામ સ્થળ પર થયેલા આતંકવાદી હુમલામાં છ પરપ્રાંતિય મજૂરો અને એક સ્થાનિક ડૉક્ટરનું મૃત્યું થયું હતું, જ્યારે 18 ઓક્ટોબરે બિહારના એક મજૂરને શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
આ પહેલા 18 ઓક્ટોબરે બિહારના રહેવાસી મજૂર અશોક કુમાર ચવ્હાણની શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. જૈનપોરાના વાચી વિસ્તારમાંથી તેની ગોળીથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ચવ્હાણના શરીર પર ચાર ગોળીઓના નિશાન હતા. 16 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નાગરિક સરકાર સત્તામાં આવ્યા બાદ ખીણમાં આ પ્રથમ ટાર્ગેટ કિલિંગ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરના સંબંધીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી