ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

પૂણે ટેસ્ટ : ન્યુઝિલેન્ડે ટોસ જીત્યો, ભારત પ્રથમ બોલિંગ કરશે, જૂઓ બંને ટીમનું પ્લેઈંગ 11

Text To Speech

પૂણે, 24 ઓક્ટોબર : ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજે એટલે કે ગુરુવારે 24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પૂણે ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝિલેન્ડ ટીમના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ન્યુઝિલેન્ડની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય ટીમમાં 3 ફેરફાર કરવામાં આવ્યા છે.

ન્યુઝિલેન્ડમાં મેટ હેનરીના સ્થાને મિશેલ સેન્ટનર ન્યુઝિલેન્ડ તરફથી રમી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ ભારતીય ટીમની બહાર છે. શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપ પ્લેઈંગ ઈલેવનમાં આવ્યા છે. ત્રણ મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી પાછળ રહી ગઈ છે.

આવી સ્થિતિમાં રોહિત શર્મા અને કંપની આ મેચમાં સારી શરૂઆત કરવા અને પછી મેચ જીતીને શ્રેણીમાં 1-1થી ડ્રો હાંસલ કરવા ઈચ્છે છે. ટોમ લાથમની કેપ્ટનશીપવાળી ન્યુઝિલેન્ડની ટીમે પ્રથમ મેચ 8 વિકેટે જીતી હતી, જેમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યે ટોસ થશે અને પ્રથમ બોલ સવારે 9.30 વાગ્યે નાખવામાં આવશે.

પૂણે ટેસ્ટમાં ન્યુઝિલેન્ડના પ્લેઇંગ 11: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, મિશેલ સેન્ટનર, એજાઝ પટેલ, વિલિયમ ઓ’રર્કે .

પૂણે ટેસ્ટમાં ભારતના પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ.

આ પણ વાંચો :- બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીને મોટો ઝટકો: સ્ટુડન્ટ વિંગ પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

Back to top button