ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં કોર્ટે નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Text To Speech
  • નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં
  • નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન હજુ પણ સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે
  • 500 જેટલા આ પ્રકારના કેસો ચલાવીને આર્બીટ્રેશન એવોર્ડ કરીને હુકમ કર્યા

અમદાવાદમાં કોર્ટે નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં આરોપી કથિત એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ કરતો હતો.

નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન હજુ પણ સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે

ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે સમગ્ર મામલે નકલી લવાદ મોરિસને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નકલી જજના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અમદાવાદમાંથી પકડાયેલા નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના, કોર્ટે આગામી 3 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન હજુ પણ સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે.

500 જેટલા આ પ્રકારના કેસો ચલાવીને આર્બીટ્રેશન એવોર્ડ કરીને હુકમ કર્યા

ઉલ્લેખનીય છે કે મૌરીસ ક્રિશ્ચિયને ખુદ કોર્ટ સમક્ષની જુબાનીમાં કબૂલાત કરી છે કે, તેણે વર્ષમાં 500 જેટલા આ પ્રકારના કેસો ચલાવીને આર્બીટ્રેશન એવોર્ડ કરીને હુકમ કર્યા છે. જે હુકમોના આધારે જે તે જિલ્લા કલેકટરે પણ અમુક અંશે તેની અમલવારી કરી રેવન્યુ રેકમાં નામ દાખલ કરી દીધા હતા.

Back to top button