ગુજરાત

AMC દ્વારા સોલાર ઈન્સેન્ટિવ સ્કીમ કરી જાહેર, રહેણાંક-શૈક્ષણિક સંસ્થા સહિતનાને મળશે આવા લાભો

Text To Speech

ગુજરાત સહિત ભારત હાલ દેશભરમાં વીજ કટોકટીની સ્થિતિ જોવામાં આવી રહી છે. અલબત્ત વીજ કટોકટીની આ સ્થિતિ કોલસાની અછત અને અપર્યાપ્ત જથ્થાનાં કારણે છે તે વિદિત છે. આમ તો વીજ ઉત્પાદન ચોક્કસ પ્રકારે જ થાય છે અને ભારતમાં કોલસા આધારીત પાવર જનરેશન એ સૌથી મોટો સ્તોત હોવાનાં કારણે આપણે  વીજળી મેળવવા કોલસાનાં જથ્થા મદાર રાખવો પડે છે. જો કે, કોલસામાંથી વીજળી મેળવી મોંધી પણ છે અને પર્યાવરણ માટે પણ નુકસાન કારક છે અને માટે જ વીજ ઉત્પાદનનો વૈકલ્પીક સ્તોત ભારતમાં ચલણી બને તે અત્યંત જરૂરી પણ છે અને સમયની માગ પણ છે.

ગુજરાત અનેક રીતે ભારતમાં મોડલ રાજ્ય તરીખે જોવામાં આવે છે અને વીજ ઉત્પાદનનાં વૈકલ્પીક સ્તોત માટે પણ ગુજરાત અગ્રીમ રહેવા માટે અનેક પગલા ભરી રહ્યું છે. પાણી, પવન અને સૂર્ય પ્રકાશ તમામ કુદરતી સંસાધનોનાં ઉપયોગ વડે ગુજરાત વીજ ઉત્પાનક્ષેત્રે સ્વતંત્ર થાય તેવી ગુજરાત સરકારની નેમનાં ભાગ રુપે રાજ્યમાં અનેક વીંડ મીલ્સ અને સોલાર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યુ જ છે. આ તો બલ્ક કે ઇન્ડસ્ટ્રીયલ જરુરીયાતનો સ્તોત થયો, પરંતુ ડોમેસ્ટીક વપરાશ એટલે કે ઘરેલુ વપરાશનો વૈકલ્પીક સ્તોત શું ? બસ આ સવાલનાં જવાબના ભાગ રુપે જ ગુજરાતનાં મહાનગર અમદાવાદમા મનપાની રેવન્યુ કમિટીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ‘ક્લિન એનર્જી, ગ્રીન એનર્જી ’ પોલિસી અંતર્ગત સોલાર ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ થાય તેવા પ્રયાસ કરાય છે અને સોલાર ઈન્સેન્ટિવ સ્કીમ કરી જાહેર છે.

અમદાવાદમાં સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વીજ ખાતા તથા પ્રોપર્ટી ટેક્ષ ખાતાના સંયુક્ત રીતે ચાલુ વર્ષે એટલે કે 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધી નવી સોલાર સિસ્ટમ લગાવનાર ટેક્સધારકને એક વર્ષ માટે અને એક જ વખત સોલાર ઇન્સેન્ટિવનો લાભ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્વતંત્ર બંગલો ધરાવતાં રહેણાંક મકાનોમાં પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહત આપવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી વગેરેને 3 ટકા રાહત આપવામાં આવશે. બંનેમાં સોલાર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમની શરતો પૂર્ણ થાય તો જ આ રાહત આપવામાં આવશે. આ ઉપરાંત ફલેટ જેવા ગ્રુપ હાઉસીંગ માટે વોર્ડ કક્ષાએ ઇનામ ઇન્સેન્ટિવ આપવામા આવશે.

સોલાર રૂફટોપ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં થયેલું હોવું જરૂરી છે. જે માટે રહેણાંક સોલાર રૂફટોપ સિસ્ટમમાં જોઇન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટની તારીખને માન્ય રાખવાની રહેશે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માટે GEDA કમિશનિંગ સર્ટિફિકેટમાં દર્શાવેલી સિસ્ટમ કમિશનની તારીખ માન્ય રહેશે. જેથી જોઇન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટની તારીખ અને GEDA કમિશનિંગ સર્ટિફિકેટમાં દર્શાવેલી સિસ્ટમ મિશનની તારીખ આ જ સમયગાળા દરમિયાનની હોવી જરૂરી રહેશે. સોલાર સિસ્ટમ ઇન્સેન્ટિવ 1KW (1 કિલો વોટ) અથવા તેનાથી વધુ ક્ષમતાવાળી સોલાર સિસ્ટમને મળવા પાત્ર થશે. તેમજ સોલાર સિસ્ટમ બાબતે કોઇ ટેક્નિકલ પ્રશ્ન હશે, તો તે અંગે લાઇટ ખાતાનો અભિપ્રાય મેળવવાનો રહેશે.

Back to top button