ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસ

બિઝનેસ-જેહાદનો પ્રથમ કિસ્સો સુરતમાં આવ્યો સામે: નામ બદલીને કરી લાખોની છેતરપિંડી

સુરત, 23 ઓકટોબર, લવ મેરેજ કરવા એ કોઈનો પણ હક છે, પરંતુ આજકાલ આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં છોકરીઓ ફસાઈ રહી છે. પહેલા પ્રેમનું નાટક, પછી ધર્મ પરિવર્તન અને લગ્ન અને પછી છેતરપિંડી. છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા લવ જેહાદના મુદ્દાઓ અને હિંદુ યુવતીઓને શિકાર બનાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ બિઝનેસ-જેહાદનો કિસ્સો પહેલીવાર સાંભળવામાં આવ્યો છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં રિઝવાન સૈયદ નામના શખ્સે 70 લાખ રૂપિયાનું કાપડ ખરીધ્યું અને તે કાપડ બારોબાર કોઈ વેપારીને રૂપિયા 70 લાખની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે. જયારે વેપારીઓ દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓ નામ બદલીને વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી.

આરોપીએ જીએસટી નંબર લઈ હિંદુ નામ ધારણ કર્યું

સુરતમાં લવજેહાદ બાદ બિઝનેસ-જેહાદ જોવા મળી રહી છે. બિઝનેસ જેહાદ કરનાર આરોપીની ધરપકડ કરી છે. રિઝવાન સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે. જેણે હિન્દુ નામ ધારણ કરી કાપડ ખરીદી બારોબાર વેચીને 70 લાખ રૂપિયા છેતરપિંડી કરી હતી. આરોપીએ જીએસટી નંબર લઈ હિંદુ નામ ધારણ કર્યું હતું. પોલીસે આરોપી રિઝવાન સહિત તેને મદદ કરનારાની ધરપકડ કરી છે. અમરોલી વરિયાવા રિવાન્ટા ગાર્ડન સિટીમાં કાપડના વેપારી પ્રજ્ઞેશ વાધાણીએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે હિંદુ નામ ધારણ કરીને છેતરપિંડી કરનારા રિઝવાન સૈયદ આબિદ હુસૈન, જગદીશ કુમાવત, મહેશ ભાલાણી, દલાલ મોહંમદ અને અનિલ ચેવલીની સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

લાખોનો માલ લઈ વેચી દુકાન બંધ કરીને થયો ફરાર

રિઝવાન સૈયદની ફેક્ટરીએ વેપારી રૂપિયાની ઉઘરાણી કરવા જતો હતો તે સમયે મહેશ ભલાણી મળતો હતો અને મહેશ વેપારીને એવું જણાવતો હતો કે મેં તમામ પ્રોપર્ટી ખરીદી લીધી છે અને રૂપિયા હું ચૂકવી આપીશ. જો કે પ્રોપર્ટી તેના નામે ન હતી. રિઝવાન મહેશને પાંચ-દસ હજાર રૂપિયાની રકમ આપતો હતો. આ ઉપરાંત રિઝવાન સૈયદે હિંદુ નામ ધારણ કરીને સારોલીની માર્કેટોમાં બે દુકાનો પણ ભાડે લીધી હતી. આ માર્કેટમાં પણ તે લાખોનો માલ લઈ વેચી દુકાન બંધ કરીને ફરાર થયો હતો. તેના પગલે સારોલી પોલીસમાં પણ તેની સામે કેસ કરવામાં આવ્યો છે. રિઝવાન સૈયદે જગદીશ કુમાવત નામ રાખી ઠગાઈ કરી છે. 70 લાખનું કાપડ ખરીદી બારોબાર વેચી દીધું છે. પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે, પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો..શું રાજ્યની નગરપાલિકાઓને બિલ ભરવાના પડ્યા ફાંફા? બિલો ભરવા લોન લેવી પડી?

Back to top button