બાબા સિદ્દીકીની હત્યામાં બિશ્નોઈ ગેંગ હોવાનો મોટો ખુલાસો! ભાઈએ શૂટરોને આપી હતી સોપારી
- કેસમાં વધુ એક 29 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે હરિયાણાનો રહેવાસી છે
મુંબઈ, 23 ઓગસ્ટ: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે જે દર્શાવે છે કે બાબા સિદ્દીકીની હત્યાના કેસ પાછળ સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનો હાથ છે. સરકારી વકીલે પણ કોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે અને લૉરેન્સ ગેંગના સુત્રધાર શુભમ લોંકરે પણ ફેસબુક પોસ્ટ પર આ હત્યાકાંડની જવાબદારી લીધી છે. હવે એ વાત બહાર આવી છે કે, શૂટરોએ કેનેડામાં રહેતા લોરેન્સ બિશ્નોઈના સગા ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી. આ હત્યા બાદ શૂટરોના મોબાઈલ ફોનમાંથી કેટલીક એવી વસ્તુઓ મળી આવી હતી જેનાથી આ હત્યામાં લોરેન્સ અને તેની ગેંગનું નામ સીધું સામેલ હતું.
NCP leader Baba Siddiqui murder case | Another accused named Amit Hisamsing Kumar, aged 29 years, resident of Nathwan Patti, Kaithal, Haryana, has been arrested. Till now, 11 accused have been arrested: Mumbai Crime Branch
— ANI (@ANI) October 23, 2024
આ કેસમાં અમિત હિસામસિંગ કુમાર નામના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની ઉંમર 29 વર્ષ છે અને તે હરિયાણાના કૈથલનો રહેવાસી છે. અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોબાઈલ ફોનના માધ્યમથી ખુલી રહ્યા છે રહસ્યો
હકીકતમાં, હત્યા પહેલા કેનેડામાં રહેતા લોરેન્સ બિશ્નોઈના સગા ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે એક મેસેજિંગ એપ પર શૂટરોએ વાત કરી હતી અને અનમોલ બિશ્નોઈએ શૂટરોને આ એપ દ્વારા ફોટા મોકલીને બાબા સિદ્દીકી અને તેના પુત્ર ધારાસભ્ય જીશાન સિદ્દીકીને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જો કે શૂટરોએ ઘણી ચેટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ અનમોલ બિશ્નોઈ નામની ચેટના કેટલાક ભાગો મળી આવ્યા છે, જેના સંદર્ભમાં મુંબઈ પોલીસે આ માહિતી સ્પેશિયલ સેલ સાથે પણ શેર કરી છે અને શૂટરોએ જેની સાથે ચેટ કરી હતી તેનું નામ અનમોલ બિશ્નોઈ હતું. આ કેનેડામાં રહેતો અનમોલ બિશ્નોઈ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે તેમજ જે નંબર પરથી શૂટરોએ વાત કરી હતી અને જેના દ્વારા બાબા સિદ્દીકી અને જીશાનનો ફોટો મોકલવામાં આવ્યો હતો તે પણ વિદેશી નંબર છે.
શૂટર્સના ફોનમાંથી શૂટરોની કેટલીક તસવીરો પણ મળી આવી છે, જેમાં શૂટર્સના હાથમાં બંદૂક છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ ફોટો 13 સપ્ટેમ્બરનો છે. ઉલ્લેખનીય છે કે, પૂછપરછ દરમિયાન શૂટરોએ કબૂલાત કરી છે કે બાબા સિદ્દીકીની હત્યા કરતા પહેલા શૂટરોએ બંદૂકનો ઉપયોગ કરવાની પ્રેક્ટિસ પણ કરી હતી.
અત્યાર સુધીમાં કોની-કોની ધરપકડ કરવામાં આવી?
આ હત્યાકાંડમાં ગુરમેલ સિંહ, ધરમરાજ કશ્યપની ધરપકડ કરવામાં આવી છે અને શિવકુમાર ગૌતમ હજુ ફરાર છે. આ ઉપરાંત ફેસબુક પર દાવો કરનાર શુભમ લોંકરના ભાઈ પ્રવીણની પણ મુંબઈ પોલીસે પુણેથી ધરપકડ કરી છે. આ કેસમાં કેટલાક વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે 13 સપ્ટેમ્બરે મુંબઈમાં ગોળીબારની શૂટર્સની પ્રેક્ટિસ સાથે સંબંધિત કેટલાક ફોટોગ્રાફ્સ પણ કબ્જે કર્યા છે. શૂટરોએ કહ્યું કે, બાબા સિદ્દીકી અને જીશાનને નિશાન બનાવવા માટે રેકી કરવામાં આવી હતી. કુર્લામાં ભાડાના મકાનમાં શૂટરોને કોણ મળવા આવતું હતું તે અંગે ઘણી બાબતો બહાર આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસ સત્તાવાર રીતે મુંબઈ પોલીસ સંભાળી રહી છે પરંતુ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પણ મુંબઈ પોલીસ સાથે મળીને આ કોન્ટ્રાક્ટ કિલિંગના મૂળ સુધી પહોંચવા માંગે છે જેથી ટેકનિકલ પુરાવા સાથે લોરેન્સ ગેંગ પર શકંજો કસી શકાય.
આ પણ જૂઓ: ગેંગસ્ટર છોટા રાજનને રાહત, બોમ્બે HCએ આજીવન કેદની સજા નાબૂદ કરી જામીન આપ્યા