ગુજરાત

યુરોપિયન યુનિયનનાં આ પગલાને કારણે વિશ્વ પ્રસિદ્ધ અલંગ શિપ યાર્ડ બંધ થવાનાં આરે

Text To Speech

વિશ્વભરમાં ભારતનાં ગુજરાતમાં આવેલ ભાવનગર જીલ્લાનું અલંગ શિપ બ્રેકિગ યાર્ડ ખુબજ પ્રસિદ્ધ છે. પોતાના છીછરા કિનારાનાં કારણે અહીં શિપ બ્રેકિંગનું કામ વર્ષનાં કોઇ પણ સમયે આસાનીથી કરી શકાય છે, વળી ભારત સરકાર દ્વારા અલંગ શિય યાર્ડને આપનામાં અનેક લાભનાં કારણે અહીં શિય બ્રેકિંગ કરવું સૌથી સસ્તુ પડતું હોવાનાં કારણે અહીં શિય બ્રેકિંગ માટે વિશ્વભરમાંથી જહાજો આવે છે. આ યાર્ડમાં શિપ બ્રેકિંગ કરવું એટલુ તો સસ્તુ પડે છે કે વિશ્વમાં ચાઇના સિવાય કોઇ પણ શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ સામે હરિફાઇમાં ઉતરી શકે નહીં. માટે જ અલંગમાં એક વર્ષમાં અનેક શિય બ્રેકિંગ માટે આવે છે.

ભાવનગર જીલ્લાને અને ગુજરાતને શિપ બ્રેકિંગમાં વિશ્વભરમાં નામના અને અવ્વલ સ્થાન અપાવનાર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ યુરોપિયન યુનિયનનાં એક ફેંસલાનાં કારણે સંકટમાં આવી ગયું હોવાનાં ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિગતો સામે આવતા વેપારી સહિત સામાન્ય લોકોમાં પણ ચિંતા જોવામાં આવી રહી છે કારણ કે અલંગ સાથે અનેક લોકોની રાજીરોટી જોડાયેલી છે.

જી હા,  યુરોપિયન યુનિયન દ્રારા જાહેર કરવામાં આવેલ શિપ બ્રેકિંગ યાર્ડની નવી યાદીમાં અલંગનાં નામની બાદબાકી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે જો, યુરોપિયન યુનિયનની માન્યતા મળે તો શિપ બ્રેકિંગ માટે ખરીદવામાં આવતા જહાજો સસ્તા મળી શકે છે. જો યાદીમાંથી નામ બાકાત કરી દેવામાં આવે તો સસ્તામાં શિપ ન મળી શકે અને સમગ્ર ઉદ્યોગને માઠી અસરો જોવા મળે તો ચોક્કસ બાબત છે.

Back to top button