પ્રિયંકા ગાંધીએ વાયનાડથી ભર્યું ઉમેદવારી ફોર્મ, સોનિયા-રાહુલ અને રોબર્ટ વાડ્રા રહ્યા હાજર
- ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈ રાહુલ ગાંધી સાથે રોડ-શો પણ કર્યો હતો
વાયનાડ, 23 ઓકટોબર: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે બુધવારે કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે તેમના માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી, પતિ રોબર્ટ વાડ્રા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા. અગાઉ તેમણે સ્થાનિક આગેવાનોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે તેમના ભાઈ રાહુલ ગાંધી સાથે રોડ-શો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી વાયનાડ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસનો સામનો કરવા જઈ રહ્યા છે.
#WATCH कलपट्टा, वायनाड: कांग्रेस महासचिव और वायनाड निर्वाचन क्षेत्र से उम्मीदवार प्रियंका गांधी वाड्रा ने वायनाड लोकसभा उपचुनाव के लिए नामांकन दाखिल किया। pic.twitter.com/3MCU08dERv
— ANI_HindiNews (@AHindinews) October 23, 2024
કયા-કયા નેતાઓએ રોડ શોમાં ભાગ લીધો?
આ રોડ શોમાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકાના માતા સોનિયા ગાંધી અને પતિ રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય પાર્ટીના નેતાઓએ પણ આ રોડ શોમાં ભાગ લીધો હતો.
#WATCH | Kerala: Congress general secretary Priyanka Gandhi Vadra begins her roadshow in Wayanad. Her brother and Lok Sabha LoP Rahul Gandhi, and her husband Robert Vadra are also with her.
She will file her nomination for Wayanad Lok Sabha by-elections shortly.
(Video… pic.twitter.com/chiztxCBLE
— ANI (@ANI) October 23, 2024
પ્રિયંકા ગાંધીએ લોકોને સંબોધિત કર્યા
પ્રિયંકા ગાંધીએ રોડ શોમાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, “છેલ્લા 35 વર્ષથી હું અલગ-અલગ ચૂંટણીઓ માટે પ્રચાર કરી રહી છું. આ પહેલીવાર છે જ્યારે હું મારા માટે તમારું સમર્થન માંગી રહી છું. તે ખૂબ જ અલગ લાગણી છે. હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ખૂબ આભારી છું કે તેમણે મને વાયનાડમાંથી ઉમેદવાર બનવાનો વિશેષાધિકાર આપ્યો.
પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, “સત્ય અને અહિંસાએ મારા ભાઈ (રાહુલ ગાંધી)ને એકતા અને પ્રેમ માટે દેશભરમાં 8000 કિમી ચાલવા માટે પ્રેરિત કર્યા. જ્યારે આખું વિશ્વ તેની વિરુદ્ધ હતું, ત્યારે તમે તેની સાથે ઉભા હતા. મારા ભાઈને લડવા માટે તમે લોકોએ સાહસ આપ્યું. મારો આખો પરિવાર તમારા ઋણી છે. મને ખબર છે કે તેમણે (રાહુલ ગાંધી) તમને લોકો છોડવા પડ્યા અને હું તમને વચન આપું છું કે હું તમારી અને તેમની વચ્ચેના સંબંધોને મજબૂત કરીશ. તેમણે મને કહ્યું કે, તમે કઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો. મારા ભાઈએ મને કહ્યું કે, તમને શું તકલીફ છે. હું તમારા ઘરે આવવા માંગુ છું અને તમારી પાસેથી સીધી સમજવા માંગુ છું કે તમારી સમસ્યાઓ શું છે અને અમે તેને કેવી રીતે ઉકેલી શકીએ છીએ.”
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ રોડ-શોને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “વાયનાડ દેશમાં એકમાત્ર એવો મતવિસ્તાર છે કે જ્યાં બે સાંસદો છે, એક સત્તાવાર સાંસદ છે અને બીજો બિનસત્તાવાર સાંસદ છે.”
નવ્યા હરિદાસે પ્રિયંકા ગાંધીને ફેંક્યો હતો પડકાર
ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસ પહેલાથી જ કોંગ્રેસને કડક હરીફાઈ માટે પડકાર આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, આગામી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. તેણીએ કહ્યું હતું કે, “મારા પ્રતિસ્પર્ધી પ્રિયંકા ગાંધી છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે વાયનાડમાં કોંગ્રેસને સખત પડકારનો સામનો કરવો પડશે. રાયબરેલી બેઠક જાળવી રાખવા માટે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી. જ્યારે વાયનાડના લોકો ભૂસ્ખલનનો ભોગ બન્યા, ત્યારે તેમની પાસે આ મુદ્દાઓ ઉઠાવવા માટે સંસદમાં કોઈ પ્રતિનિધિ જ નહોતો.”
આ પણ જૂઓ: મહારાષ્ટ્ર વિધાનસભા માટે NCPની 38 ઉમેદવારોની યાદી જાહેર, જાણો અજિત પવાર ક્યાંથી લડશે ચૂંટણી