શું રાજ્યની નગરપાલિકાઓને બિલ ભરવાના પડ્યા ફાંફા? બિલો ભરવા લોન લેવી પડી?
ગાંધીનગર, 23 ઓકટોબર, એવા અહેવાલો મળી રહ્યા છે કે, રાજ્યની ઘણી નગરપાલિકાઓ નાણાકીય અછતનો સામનો કરી રહી છે, અને બિલો ચૂકવવા તેમણે લોન લેવી પડી રહી છે, ખાસ કરીને વીજળીનાં બિલો ચૂકવવા! વીજળી વગર આપણું કોઈ જ કામ થઈ શકે તેમ નથી. તેનું કારણ એ છે કે, પંખા, ફ્રીજ, ટીવી, હીટર, વોશિંગ મશીન, કૂલર, એસી જેવી તમામ રોજબરોતની એવી વસ્તુઓ છે, જેના વગર રહેવું શક્ય નથી. તેના ઉપયોગથી જ વીજળી બિલ વધવા લાગ્યું છે. પરંતુ રાજ્યની 125 નગરપાલિકાની નાણાકીય સ્થિતિ અત્યંત ખરાબ છે. આ સ્થિતિ એટલી ખરાબ છે કે તેમણે વીજળીના બાકી 915 કરોડ રૂપિયા ભરવા માટે લોન લેવી પડે તેવી સ્થિતિ છે. આ સાંભળીને ભલે થોડી નવાઇ લાગે પણ તે કડવી હકીકત છે. નગરપાલિકા પાસે વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટના વીજ બિલના 84 લાખ રૂપિયા ભરવા માટેના પૈસા નહોતા એટલે નગરપાલિકાએ 1 કરોડ રૂપિયાની લોન લીધી.
આજકાલ દરેક કોઈ ઈચ્છે છે કે, વીજળીનું બિલ ઓછું આવે. પરંતુ એવું થઈ શકતું નથી. ઘણા લોકો વધતા વીજળીના બિલથી પરેશાન રહે છે. તેઓ તે પરેશાનીમાં રહેતા હોય છે કે, વીજળીનું બિલ આખરે કેવી રીતે ઘટાડવું? પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વીજળી બિલ ભરવા માટે લોન લેવી પડી હોય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યની 125 નગરપાલિકા એવી છે જેને વીજળી બિલ ભરવાના પણ ફાંફાં છે. આ નગરપાલિકાઓ પાસેથી 915 કરોડથી વધુની રકમ વસૂલ કરવાની બાકી છે. ખંભાળિયા અને ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે લોકો ટેક્સ નથી ભરતા એટલે નગરપાલિકાને આવક નથી થતી. જેના કારણે બિલ ભરવાના બાકી રહે છે.
લોન મંજૂર થઈ ગઈ છે ચેક આવશે એટલે બિલ ભરી દઇશું
ગુજરાતની 12 નગરપાલિકા એવી છે જેનું 10 કરોડ રૂપિયાથી વધુનું વીજ બિલ ચુકવવાનું બાકી છે. રાજ્યની 24 એવી નગરપાલિકા છે જેનું વીજળી બિલની રકમ 5 કરોડથી વધુ છે અને તે ચૂકવવાની બાકી છે. ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરે કહ્યું કે, નગરપાલિકાનું વીજ બિલ 1 કરોડ રૂપિયા જેટલું બાકી છે પણ લોન મંજૂર થઈ ગઈ છે. ચેક આવશે એટલે બિલ ભરી દઇશું. આ સમસ્યા ફક્ત જામખંભાળિયા નગરપાલિકા પૂરતી જ સીમિત નથી. રાજ્યની 125 નગરપાલિકા એવી છે જેને વીજળી બિલ ભરવાના પણ ફાંફાં છે. આ નગરપાલિકાઓ પાસેથી 915 કરોડથી વધુની રકમ વસૂલ કરવાની બાકી છે. સ્વભંડોળના અભાવના કારણે વીજ બિલ બાકી રહે છે. વેરાની ઓછી વસૂલાત અને વેરો ભરવા માટે લોકોમાં જાગૃતિ નથી એટલે ભંડોળનો અભાવ રહે છે. સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે, મહેકમ વિભાગમાં સૌથી વધુ ખર્ચ થાય છે.
ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાએ જણાવ્યું હતું કે 25 લાખ રૂપિયા જેટલું વીજ બિલ બાકી છે. લોકો ટેક્સ નથી આપતા એટલ બિલ ભરી નથી શકતા. જો ટેક્સ પૂરતો આવે તો આજે જ બિલ ભરી દઇએ. ટેક્સના અભાવના કારણે વીજ બિલ નથી ભરાતું. નગરપાલિકાને સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે. સૌથી વધુ ખર્ચ પગાર પાછળ થતો હોય છે. નગરપાલિકાને મહિને સરેરાશ 5 લાખની આવક સામે 15 લાખનો ખર્ચ છે. 92 લાખનાં બિલ ચૂકવવાનાં બાકી છે. નગરપાલિકાને વેરા સિવાયની કોઈ ખાસ આવક હોતી નથી. દર અઢી-ત્રણ વર્ષે વીજ કનેક્શન કપાવાના સમાચાર આવે છે. અમે 16મા નાણાપંચને પણ રજૂઆત કરી છે.
આ પણ વાંચો..ગુજરાત: આવકવેરા વિભાગના મોટા બિલ્ડર ગ્રુપની 20થી વધુ જગ્યા પર સામૂહિક દરોડા