ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

Samsungએ 3 ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં, Huaweiના આ ફોનને સીધી ટક્કર

  • Xiaomi, Samsung, Honor જેવી કંપનીઓ ધીરે ધીરે ટ્રિપલ ફોલ્ડેબલ સ્ક્રીન તરફ આગળ વધી રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 23 ઓકટોબર: દક્ષિણ કોરિયાની ટેક જાયન્ટ સેમસંગ તેની નવીનતા માટે જાણીતી છે. કંપની પોતાની જાતને માર્કેટમાં અન્ય લોકોથી અલગ પાડવા માટે નવી સુવિધાઓ અને ડિઝાઇન સાથે પ્રોડક્ટ્સ લોન્ચ કરતી રહે છે. જ્યારે અત્યાર સુધી ટેક કંપનીઓ ફોલ્ડેબલ સ્માર્ટફોનની રેસમાં વ્યસ્ત છે, ત્યારે હવે સેમસંગે 3 ડિસ્પ્લે સાથે સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સેમસંગ ટૂંક સમયમાં ટ્રિપલ ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. સેમસંગનો આગામી ટ્રિપલ ફોલ્ડ સ્માર્ટફોન Huaweiના Mate XT Ultimate Editionને સીધી ટક્કર આપશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ફોલ્ડેબલ સ્ક્રીન્સ બાદ હવે કંપનીઓ ધીરે ધીરે ટ્રિપલ ફોલ્ડેબલ સ્ક્રીન તરફ આગળ વધી રહી છે. Xiaomi, Samsung, Honor જેવી કેટલીક ટેક જાયન્ટ્સ ટ્રાઇ-ફોલ્ડ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે.

3 વખત ફોલ્ડ થઈ શકશે આ સ્માર્ટફોન

ZDNet કોરિયાના એક અહેવાલ મુજબ, Samsung હાલમાં બે વાર ફોલ્ડ થનારી સ્ક્રીન સાથેનો ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોન બનાવવાની તૈયારી કરી રહી છે. કંપની આ નવા ઈનોવેશન પર ઝડપથી કામ કરી રહી છે અને એવી અપેક્ષા છે કે, તે આવતા વર્ષ સુધીમાં લોન્ચ થઈ શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે,  કંપનીએ ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતા ઘટકો માટે પ્લાન તૈયાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં સેમસંગનો સૌથી મોટો હિસ્સો છે. હાલમાં જ કંપનીએ Galaxy Z Flip 6 અને Galaxy Z Fold 6ને માર્કેટમાં લોન્ચ કર્યા છે. સેમસંગના સ્માર્ટફોનને ચાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળે છે પરંતુ લેટેસ્ટ ફોલ્ડેબલ ફોનની માંગ કંપનીની અપેક્ષા જેટલી ન હતી. આવી સ્થિતિમાં, તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોન બજારમાં શું અસર કરે છે.

Huawei Mate XT Ultimateની કિંમત

Mate XT Ultimate ડિઝાઇન તાજેતરમાં Huawei દ્વારા બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. Huaweiએ આ ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોનમાં 16GB રેમ અને 256GB સ્ટોરેજ આપ્યું છે. કંપનીએ તેને CNY 19,999 (અંદાજે રૂ. 2,35,900)ની કિંમતે બજારમાં લોન્ચ કર્યો છે. તેના 512GB વેરિઅન્ટની કિંમત CNY 21,999 (અંદાજે રૂ. 2,59,500) છે અને 1TB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત CNY 23,999 (અંદાજે રૂ. 2,83,100) છે. જ્યારે તમે આ સ્માર્ટફોનને અનફોલ્ડ કરો છો, ત્યારે તમને 10.2 ઇંચની ડિસ્પ્લે મળે છે. જ્યારે તમે તેને એકવાર ફોલ્ડ કરો છો, ત્યારે તમને 7.9-ઇંચની સ્ક્રીન મળે છે, જ્યારે તમે તેને ત્રીજી વખત ફોલ્ડ કરો છો, ત્યારે તમને 6.4-ઇંચની ડિસ્પ્લે મળે છે.

આ પણ જૂઓ: Xiaomiએ કર્યો ધમાકો: 10 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયો 5G ફોન

Back to top button