સોના-ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, છતાં કરી રહ્યા છે લોકો ખરીદીઃ ચાંદી થઈ લાખને પાર
નવી દિલ્હી, 23 ઓકટોબર, દિવાળીના તહેવાર પૂર્વે સોના-ચાંદીના ભાવમાં ઓલ ટાઇમ હાઇ થયો છે. જેમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવ સતત વધતાં રેકોર્ડ બની રહ્યા છે અને તે દરરોજ નવા ઊંચા સ્તરે પહોંચી રહ્યું છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ જીએસટી સાથે ₹80,500 ચાલી રહ્યો છે તથા ચાંદીનો ભાવ જીએસટી સાથે ₹1,01,000 ચાલી રહ્યો છે. આ ભાવ ઓલ ટાઈમ હાઈ પર છે. તેમ છતાં અમદાવાદ સહિત તમામ દેશોના લોકો સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે, તેમાં પણ આ વર્ષે એનઆરઆઈ સિઝનમાં સોના-ચાંદીના ઘરેણાંની ખરીદીની આશા યથાવત છે.
સામાન્ય લોકોએ તહેવારોની સિઝનમાં સોનું અને ચાંદી ખરીદતા પહેલા બે વાર વિચારવું પડશે કારણ કે આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સતત વધતી માંગનો ફાયદો સોનાને મળી રહ્યો છે અને તેની સાથે આંતરરાષ્ટ્રીય સોના-ચાંદીના ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. તહેવારના સમયગાળા દરમિયાન સોના-ચાંદીના ઘરેણાંની ખરીદીનું ચલણ વર્ષોથી ચાલી આવ્યો છે અને આ વર્ષે પણ ભાવ ઊંચા ગયા છે. તેમ છતાં ગુજરાતીઓમાં સોના-ચાંદીની ખરીદીનું પ્રમાણ યથાવત છે. ચાંદી ભાવમાં એક જ દિવસમાં રૂપિયા 3100 નો વધારો નોંધાયો હતો.આ પ્રથમ વખત છે જ્યારે ચાંદી આ સ્તરે પહોંચી છે. તો બીજી તરફ સોનાની કિંમત પણ સતત 78000ની ઉપર રહી છે.
જાણો સોના ચાંદી ખરીદવું કેટલું થયું મોંઘું
ધનતેરસનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્યારથી જ બજારમાં ખરીદારો સોના-ચાંદીનો ખરીદી કરી રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે, આ વર્ષની દિવાળી અમદાવાદના સોની બજાર માટે સારી જઈ શકે છે. નવી કિંમતો બાદ સોનાના ભાવ 80,000 રૂપિયા અને ચાંદીના ભાવ રૂપિયા 1 લાખને પાર પહોંચી ગયા છે. બુલિયન માર્કેટ દ્વારા બુધવારે જાહેર કરાયેલા સોના અને ચાંદીના નવા ભાવો અનુસાર, આજે 23 ઓક્ટોબર, 2024 ના રોજ, 22 કેરેટ સોનાની કિંમત 73,550 રૂપિયા, 24 કેરેટની કિંમત 80,220 રૂપિયાની કિંમત પર ટ્રેન્ડ કરી રહી છે. 1 કિલો ચાંદીની કિંમત 1,04,000 રૂપિયા છે.
દિલ્હીમાં સોના ચાંદીનો દર
આજે દિલ્હીમાં સોનાનો દર ₹79823.0/10 ગ્રામ નોંધાયો છે. ગઈકાલે, 22-10-2024ના રોજ કિંમત ₹79583.0/10 ગ્રામ હતી, જ્યારે ગયા સપ્તાહે 17-10-2024ના રોજ કિંમત ₹78073.0/10 ગ્રામ હતી. દિલ્હીમાં આજે ચાંદીનો દર ₹104200.0/Kg છે. આગલા દિવસે, 22-10-2024 ના રોજ, ચાંદીની કિંમત ₹102500.0/Kg હતી અને 17-10-2024 ના રોજ ગયા સપ્તાહની કિંમત ₹100000.0/Kg હતી. આજે દિલ્હી, જયપુર, લખનૌ અને ચંદીગઢ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમત 80, 070/- રૂપિયા છે. હૈદરાબાદ, કેરળ, કોલકાતા, મુંબઈ બુલિયન માર્કેટમાં રૂ. 73,400/- ટ્રેન્ડમાં છે.
આ પણ વાંચો..ભારતની અર્થવ્યવસ્થા વિશે IMFએ કરી મોટી ભવિષ્યવાણી, જાણો શું