ગુજરાત: જાફરાબાદના એક ગામમાં સિંહણે 5 વર્ષના બાળકનો શિકાર કર્યો
- કપાસના વણમાંથી સિંહણ પાંચ વર્ષના બાળકને ઢસડીને લઈ ગઈ હતી
- ગામના લોકોએ આવીને શોધખોળ કરી ત્યારે નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો
- વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા
ગુજરાતમાં જાફરાબાદના નવી જીકાદરી ગામે સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા માનવિય વસાહતોમાં ફરતા હોય તે વાત સામાન્ય થઈ ગઇ છે. અત્યાર સુધી સિંહે પશુઓનો શિકાર કર્યો હોય, તેવા સમાચાર અવાર-નવાર સામે આવતા હોય છે.
ગામના લોકોએ આવીને શોધખોળ કરી ત્યારે નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો
નવી જીકાદરી ગામે સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં સમગ્ર જિલ્લામાં ચકચારી મચી ગઈ હતી. કપાસના વણમાંથી સિંહણ પાંચ વર્ષના બાળકને ઢસડીને લઈ ગઈ હતી. જિકાદ્રી ગામે લોકો કપાસ વીણતાં હતાં, ત્યાં આસપાસ બે બાળકો રમતા હતાં. તે સમયે એકાએક ત્રણ-ચાર વાગ્યાની આસપાસ સિંહણ આવીને ત્યાંથી પાંચ વર્ષના એક બાળકને બે ખેતર દૂર ઢસડીને લઈ ગઈ અને તેનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના લોકોએ આવીને શોધખોળ કરી ત્યારે નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા
વનવિભાગને આ વાતની જાણ થતાં આર.એફ.ઓ સહિતના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ત્યારબાદ વનવિભાગ દ્વારા બાળકના મૃતદેહના અવશેષોને એકત્રિત કરી જાફરાબાદની હોસ્પિટલ મોકલાયા છે. આ સિવાય વન વિભાગે સિંહણની તપાસ હાથ ધરી તાત્કાલિક ધોરણે તેને શોધી પાંજરામાં પૂરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરના આ રોડ પર બનશે 10 નવા બ્રિજ, જાણો કેટલો થશે ખર્ચ