તુલસી ગબાર્ડ ટ્રમ્પની હાજરીમાં રિપબ્લિકન પક્ષમાં જોડાયાં: વિશ્વશાંતિ માટે ટ્રમ્પમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
- મને ગર્વ છે કે હું આજે તમારા બધાની સાથે ઊભી છું: અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ
નોર્થ કેરોલિના, 23 ઓક્ટોબર: અમેરિકન રાજનીતિમાં મોટો ફેરફાર કરીને યુએસ કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને ડેમોક્રેટિક પાર્ટીના નેતા તુલસી ગબાર્ડ મંગળવારે સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગયા છે. નોર્થ કેરોલિનામાં આયોજિત ડોનાલ્ડ ટ્રમ્પની રેલી દરમિયાન તેમણે પોતે આની જાહેરાત કરી હતી. આ રેલીમાં તેમણે મજબૂત સમર્થન વચ્ચે પોતાનો નિર્ણય જાહેર કર્યો. તુલસી ગબાર્ડે કહ્યું કે, “હું આજે ગર્વથી અહીં તમારા બધાની સાથે ઉભી છું અને જાહેરાત કરું છું કે હું રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ રહી છું.” તુલસી ગબાર્ડે અમેરિકન સમોઆનું પ્રતિનિધિત્વ કર્યું અને 2022માં ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી. આ પછી તેમણે સ્વતંત્ર રાજનીતિનો માર્ગ અપનાવ્યો.
For independent-thinkers like myself, there is no home in the Democrat Party. However, there is a home for us in the Republican Party.
The Republican Party of warmongering elite Dick Cheney is in the past. Trump’s GOP is a big open tent party of the people, equality,… pic.twitter.com/lz19KyYERf
— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) October 23, 2024
તુલસી ગબાર્ડ સત્તાવાર રીતે રિપબ્લિકનમાં ગયા
ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાજનીતિમાં મોટો ફેરફાર કરતા ભૂતપૂર્વ ડેમોક્રેટિક હાઉસ રિપ્રેઝન્ટેટિવ તુલસી ગબાર્ડ હવે સત્તાવાર રીતે રિપબ્લિકન બની ગયા છે. ગબાર્ડે અમેરિકન સમોઆનું પ્રતિનિધિત્વ કર્યું અને 2022માં ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી. આ પછી, તેમણે સ્વતંત્ર રાજકારણનો માર્ગ અપનાવ્યો હતો, પરંતુ હવે, નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો કોલિઝિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલીના મંચ પર, તેમણે રિપબ્લિકન પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી.
તુલસી એક સમયે ડેમોક્રેટિક પાર્ટીના ઉભરતા નેતા હતા
ડોનાલ્ડ ટ્રમ્પે રેલીમાં ઉત્સાહિત ભીડ સમક્ષ ગબાર્ડની જાહેરાત કરતા કહ્યું કે, “તુલસી ગબાર્ડ હવે સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે.” આ સમય દરમિયાન, 43 વર્ષીય ગબાર્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ પર હાજર હતા, અને તેમણે સ્મિત સાથે આ ઐતિહાસિક પગલાની પુષ્ટિ કરી. ગબાર્ડના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું, કારણ કે તેણીને એક સમયે ડેમોક્રેટિક પાર્ટીની ઉભરતી નેતા માનવામાં આવતી હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં તેણીએ પોતાની વિચારધારા બદલી છે અને પક્ષની નીતિઓ સાથે અસંમત હોવાને કારણે પોતાની જાતને એક સ્વતંત્ર અવાજ તરીકે સ્થાપિત કરી છે.
તુલસી ગબાર્ડે શું કહ્યું?
ટ્રમ્પની ‘ટ્રાન્ઝીશન ટીમ’નો ભાગ બન્યા બાદ, ગબાર્ડે હવે ઔપચારિક રીતે રિપબ્લિકન પાર્ટીમાં પ્રવેશ કર્યો છે, તેના સમર્થકો અને વિવેચકોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ મોટા રાજકીય પગલા પાછળ, ગબાર્ડ કહે છે કે, તે “અમેરિકાના ભવિષ્ય માટે યોગ્ય દિશામાં કામ કરવા” માંગે છે. તેમના નિર્ણયને રિપબ્લિકન પાર્ટી માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે, ખાસ કરીને જ્યારે 2024ની પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ પણ જૂઓ: PM મોદી અને શી જિનપિંગ વચ્ચે આજે થશે મુલાકાત, જાણો કેમ આ બેઠક પર દુનિયાની નજર