પુષ્પા 2નો બોક્સ ઓફિસ પર ધડાકો, રિલીઝ પહેલા જ 1085 કરોડની કરી લીધી કમાણી
- નેશનલ એવોર્ડ વિનર અલ્લુ અર્જુન ફરી એકવાર તેના અનોખા અને યાદગાર પાત્ર પુષ્પરાજ સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર
મુંબઈ, 22 ઓગસ્ટ: ‘પુષ્પા 2: ધ રૂલ‘ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મથી નેશનલ એવોર્ડ વિનર અલ્લુ અર્જુન ફરી એકવાર તેના અનોખા અને યાદગાર પાત્ર પુષ્પરાજ સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. મેકર્સ પણ આ ફિલ્મને લઈને દર્શકોનો ઉત્સાહ વધારવામાં કોઈ કસર છોડી રહ્યા નથી, જેના કારણે લોકોમાં અધીરાઈ દિવસેને દિવસે વધી રહી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ કમાણીના મામલામાં નવા રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે. હા, તેણે કુલ રૂ. 1085 કરોડનું પ્રી-રીલીઝ કલેક્શન કરી લીધું છે. જેનાથી સ્પષ્ટ છે કે, ફિલ્મની કમાણી પણ જોરદાર રહેશે.
ALLU ARJUN – SUKUMAR – ‘PUSHPA 2’: ALL SET FOR A THUNDEROUS START… #Pushpa is, without doubt, the biggest film franchise today… After #Diwali, the focus will shift to #Pushpa2.
While it’s certain that the #AlluArjun-led action entertainer will shatter records upon release,… pic.twitter.com/WsAscNseBi
— taran adarsh (@taran_adarsh) October 22, 2024
રીલીઝ પહેલાં જ કરી લીધી આટલી કમાણી
અલ્લુ અર્જુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં તેના અભિનય માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. આ સાથે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી પણ કરી હતી. હવે અલ્લુ અર્જુન ફરીથી ‘પુષ્પા 2: ધ રૂલ’ સાથે બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ 1085 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ આવક ક્યાંથી આવી? આ અદભૂત ઉપલબ્ધિ એક રેકોર્ડ બ્રેકિંગ ડીલ છે અને તેને ભારતમાં અત્યાર સુધીની સૌથી આકર્ષક ફિલ્મ ડીલ ગણવામાં આવે છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, 640 કરોડ રૂપિયામાં આ ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ વેચવામાં આવ્યા છે. આ સાથે, ફિલ્મે એક મોટી ડિજિટલ ડીલ કરી છે, જેમાં નેટફ્લિક્સે 275 કરોડ રૂપિયામાં આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે.
કયા રાજ્યોમાં મોટી કમાણી?
ઉલ્લેખનીય છે કે, જો અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ના ઓવરઓલ પ્રી-રિલિઝ બિઝનેસ પર નજર કરવામાં આવે તો, ફિલ્મે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 220 કરોડ રૂપિયા, ઉત્તર ભારતમાં 200 કરોડ રૂપિયા, તમિલનાડુમાં 50 કરોડ રૂપિયા, કર્ણાટકમાં રૂ. 30 કરોડ, કેરળમાં 20 કરોડ રૂપિયા અને વિદેશી બજારોમાં રૂ. 140 કરોડની કમાણી કરી છે. આ સિવાય મ્યુઝિક રાઇટ્સ 65 કરોડ રૂપિયામાં અને સેટેલાઇટ રાઇટ્સ 85 કરોડ રૂપિયામાં વેચાયા છે. ફિલ્મે તેના નોન થિયેટ્રિકલ રાઇટ્સમાંથી 425 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મની રિલીઝ થવાની તારીખ
‘પુષ્પા 2: ધ રૂલ’ 6 ડિસેમ્બરના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ Mythri Movie Makers દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. અલ્લુ અર્જુને પહેલેથી જ મજબૂત શરૂઆત કરી છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ 1.5 મહિના બાકી છે. આવી સ્થિતિમાં, લાગે છે કે ઘણા નવા રેકોર્ડ બનશે.
આ પણ જુઓ: ‘પુષ્પા 2’માં સમંથા નહીં, ‘સ્ત્રી’નો જલવો! શું શ્રદ્ધા કપૂર અલ્લુ અર્જુન સાથે સ્ટેજ પર લગાવશે આગ?