ગુજરાતીઓ હવે સાવધાન ! 24 કલાકમાં નોંધાયા 1059 નવા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1059 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 909 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6,257 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,244 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,39,423 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 320 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 84, વડોદરા 66, સુરત 38, સુરત કોર્પોરેશન 36, મહેસાણા 35, અમરેલી 31, રાજકોટ 30, ગાંધીનગર 29, ગાંધીનગર કોર્પોરેશન 27, સાબરકાંઠા 26, પાટણ 21, નવસારી 20, જામનગર કોર્પોરેશન 19, ભાવનગર કોર્પોરેશન 18, આણંદ 17, વલસાડ 17, દેવભૂમિ દ્વારકા 15, મોરબી 13, બનાસકાંઠા 12, ભરૂચ 12, કચ્છ 12 એમ કુલ 1059 કેસ નોંધાયા છે.
રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં બુધવારની સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 2,26,121 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1357 ને રસીનો પ્રથમ અને 3101 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 95 ને રસીનો પ્રથમ અને 850 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 28936 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2669 ને રસીનો પ્રથમ અને 3354 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 185759 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,73,42,180 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.