ગુજરાત: વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના બે મોટા માર્કેટ યાર્ડે લીધો નિર્ણય
- ખેડૂત અને વેપારીની જણસ વરસાદમાં ન પલળે તે માટે યાર્ડે આ નિર્ણય કર્યો
- જસદણ માર્કેટ યાર્ડ આજથી બંધ રાખવાની જાહેરાત કરી
- ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો
ગુજરાતમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના બે મોટા માર્કેટ યાર્ડે નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચાં, ડુંગળી સહિતના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે.
જસદણ માર્કેટ યાર્ડ આજથી બંધ રાખવાની જાહેરાત કરી
આ દરમિયાન વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના બે મોટા માર્કેટ યાર્ડે મોટો નિર્ણય લીધો છે. જસદણ માર્કેટ યાર્ડ આજથી બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ છે. રાજકોટનું જસદણ માર્કેટ આજથી બંધ રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે અને ખેડૂત અને વેપારીની જણસ વરસાદમાં ન પલળે તે માટે યાર્ડે આ નિર્ણય કર્યો છે.
ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો
હવામાન વિભાગ તરફથી નવી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે. આ બાબતે યાર્ડે ખેડૂતોને સૂચના પણ આપી દીધી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ઢગલાબંધ આવક થઈ રહી છે. વરસાદી વાતાવરણને પગલે પાકના નુકસાનની ભીતિ હોવાથી ખેડૂતો યાર્ડમાં મગફળી ભરી રહ્યા છે. પરંતુ માર્કેટ યાર્ડમાં મબલખ મગફળીની આવક થઈ છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણ અને યાર્ડમાં જગ્યા ન હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: ગુજરાત: ધ્રાંગધ્રાના ચુલી તારંગા ધામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ