ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

“T20 વર્લ્ડ ફાઈનલ રમવાનો હતો પરંતુ રોહિતે…” સેમસનના ઘટસ્ફોટથી મચી ગઈ હલચલ

  • સંજુ સેમસને યુટ્યુબ ચેનલ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન T-20 વર્લ્ડ કપ ફાઈનલને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો

નવી દિલ્હી, 22 ઓકટોબર: સંજુ સેમસને T20 વર્લ્ડ કપ ફાઇનલને લઈને એક મોટો ખુલાસો કર્યો છે જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. સેમસને T-20 વર્લ્ડ કપ ફાઈનલને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે, તે ફાઈનલ રમવા જઈ રહ્યો હતો પરંતુ તેને પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર રાખવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો. સંજુ સેમસને વિમલ કુમારની યુટ્યુબ ચેનલ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં સંજુ સેમસને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે, “ફાઈનલની સવાર હતી. મારા માટે મેચ રમવાની તક હતી. મને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. હું ફાઈનલ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો, પરંતુ રોહિત શર્માએ ટોસ પહેલા નિર્ણય લીધો કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

 

સંજુ સેમસને રોહિત શર્મા વિશે કર્યો ખુલાસો

સેમસને વધુમાં કહ્યું કે, “જ્યારે આ વાત બહાર આવી ત્યારે હું થોડો નિરાશ થયો હતો પરંતુ મેં વિચાર્યું કે, કોઈ વાંધો નહીં, આવું થાય છે… તે સમયે વોર્મ-અપ દરમિયાન રોહિતભાઈ મારી પાસે આવ્યા અને મારી સાથે વાત કરી. રોહિતભાઈએ મને સમજાવ્યું કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો? રોહિત ભાઈએ મને પોતાની રીતે સમજાવ્યો… મેં તેમને ફરીથી કહ્યું કે હા હું સમજું છું… તમે જાઓ અને મેચ રમો. આપણે મેચ જીત્યા પછી તેના વિશે વાત કરીશું.

સંજુ સેમસને આગળ કહ્યું કે, “આ પછી રોહિત ત્યાંથી ચાલ્યો ગયો પણ એક મિનિટ પછી તે ફરી આવ્યા અને મને કહ્યું, તું મારા વિશે મનમાં ઘણી વાતો કરે છે, મને લાગે છે કે તું ખુશ નથી. રોહિત ભાઈએ આ કહ્યું પછી મેં કહ્યું, ના ભાઈ એવું કંઈ નથી. આ પછી રોહિત ભાઈ સાથે મારી થોડીવાર વાતચીત થઈ” સંજુએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, મને થોડો અફસોસ થયો કે હું રોહિત ભાઈની કેપ્ટનશીપમાં ફાઇનલ ન રમી શક્યો. મને એક વાત સારી લાગી કે ફાઇનલ જેવા મોટા મેચમાં ટોસ પહેલાં રોહિત ભાઈએ મારી સાથે વાત કરી. તે સમયે મને ખબર પડી કે આ વ્યક્તિ વાત કઈક અલગ જ છે.”

ફાઇનલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવવામાં સફળ રહી હતી. ઋષભ પંત ફાઇનલમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.

આ પણ જૂઓ: ચેતેશ્વર પૂજારાએ બ્રાયન લારાને એક ઝાટકે છોડી દીધો પાછળ, હાંસલ કરી આ મોટી સિદ્ધિ

Back to top button