રાજ્ય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ : રૂ.૭૦૦૦ની મર્યાદામાં ચુકવાશે બોનસ
- વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે
ગાંધીનગર, 21 ઓક્ટોબર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
કર્મચારીઓને આ મહિનાનો પગાર પણ વહેલો મળશે
ઉલ્લેખનીય છે કે, આ વખતે દિવાળીના તહેવારો મહિનાના અંતમાં જ આવતા હોય અને કર્મચારીઓ તથા અધિકારીઓના પગાર તા.1 થી 7 વચ્ચે થતાં હોય જેના કારણે કેટલાક કર્મચારીઓ દિવાળીની ખરીદી કરી શકે તેવા શુભ હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓક્ટોબર મહિનાનો પગાર વહેલો ચુકવવા આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો :- PMની મુલાકાત પૂર્વે રશિયન આર્મીમાંથી 85 ભારતીયોને મુક્ત કરાયા, હજુ 20 અંગે વાટાઘાટો ચાલુ