ટ્રેન્ડિંગદિવાળી 2024ધર્મ

એક જ દિવસે ધનતેરસ અને પ્રદોષ વ્રત, બની રહ્યા છે 3 શુભ યોગ, જાણો શુભ મુહૂર્ત

Text To Speech
  • પ્રદોષ વ્રતની પૂજા અને ધનતેરસની પૂજા 29 ઓક્ટોબર, મંગળવારે એકસાથે કરવામાં આવશે. આ વખતે ધનતેરસ પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે

HD ન્યુઝ ડેસ્કઃ કારતક મહિનાનું પ્રથમ પ્રદોષ વ્રત કૃષ્ણ પક્ષની તેરસે આવી રહ્યું છે. આ તારીખ 29 ઓક્ટોબર, 2024 મંગળવારના રોજ હશે. તે મંગળવાર પડતો હોવાથી તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવશે. પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ એટલે કે દીવાળીના પાંચ દિવસના તહેવારનો પહેલો દિવસ છે. આવી સ્થિતિમાં આ દિવસે પ્રદોષ વ્રતની પૂજા અને ધનતેરસની પૂજા એકસાથે કરવામાં આવશે. આ વખતે ધનતેરસ પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે

કાર્તિક પ્રદોષ વ્રત પૂજા મુહૂર્ત

હિંદુ પંચાંગ મુજબ આ વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબર, 2024 મંગળવારના રોજ સવારે 10:31 વાગ્યે શરૂ થશે. તે બુધવાર 30 ઓક્ટોબર, 2024ના રોજ બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે ભૌમ પ્રદોષ વ્રત પૂજાનો શુભ સમય મંગળવાર, 29 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 5:38 વાગ્યાથી શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 8:13 વાગ્યે સમાપ્ત થશે.

એક જ દિવસે ધનતેરસ અને પ્રદોષ વ્રત, બની રહ્યા છે 3 શુભ યોગ, જાણો શુભ મુહૂર્ત hum dekhenge news

ધનતેરસ 2024 પૂજા મુહૂર્ત

હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ધનતેરસ પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાનો શુભ સમય મંગળવાર, 29 ઓક્ટોબર, 2024ના રોજ સાંજે 6:31 થી 8:13 સુધીનો રહેશે. આ શુભ સમયે પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

ધનતેરસની ખરીદી માટે શુભ સમય

પંચાંગ અનુસાર આ વર્ષે ધનતેરસ પર ખરીદી માટે બે શુભ મુહૂર્ત છે. આમાંનો પહેલો શુભ સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 6:31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ સવારે 10:31 વાગ્યા સુધીનો રહેશે. બીજો શુભ સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 11:42 વાગ્યાથી તે જ દિવસે બપોરે 12:27 સુધી રહેશે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખજો આ વસ્તુઓ, નહીં તો પૈસાની થશે તંગી

Back to top button