ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

અંકલેશ્વરમાં ફરી ઝડપાયો ડ્રગ્સનો કાળો કારોબાર, 250 કરોડથી વધુ કિંમતનું પકડાયું ડ્રગ્સ

Text To Speech

અંકલેશ્વર, 21 ઓકટોબર, ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી Aavsar enterpriseમાંથી 14.10 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જ્યારે અન્ય 427 કિલો ડ્રગ્સના જથ્થાને ચકાસણી માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.  સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કંપની સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે 20 ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી છે. અંકલેશ્વર GIDCમાંથી 13મી ઓક્ટબરે આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. ત્યારે હવે આવકાર ફેક્ટરીથી માત્ર દોઢ કિલોમીટર દૂર અવસર ફેક્ટરીમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

અંકલેશ્વરમાંથી કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ ?

આ ડ્રગ્સ ઝડપાવાની લિંક સુરતના વેલંજામાંથી મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે સુલંજામાંથી 2 કરોડનું 2100 ગ્રામ એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓએ આ જથ્થો અંકલેશ્વરથી લઈને આવ્યા હતા. જેથી તપાસમાં અંકલેશ્વર લિંક બહાર આવતા પોલીસ ત્યાં પણ તપાસ કરી હતી. આમ અંકલેશ્વરમાં તપાસ કરતા અવસર એન્ટરપ્રાઈઝમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

આરોપી અંકલેશ્વરથી સ્કોડા કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહ્યા હતા. જેની જાણકારી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોલીસ રાજ હોટલથી વેલંજા તરફ જતા રોડ પરથી કારને ઝડપી પાડ્યો છે. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો…ગુજરાત: કેનેડામાં વર્ક પરમીટના નામે છેતરપિંડી, ચાર એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ

Back to top button