આતંક વિરુદ્ધની લડાઈમાં દેશ એકજૂટ, ગાંદરબલ આતંકી હુમલા પર રાહુલ ગાંધીનું નિવેદન
જમ્મુ-કાશ્મીર, 21 ઓકટોબર : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે આતંકવાદ સામેની લડાઈમાં આખો દેશ એકજૂટ છે. આતંકવાદીઓને જવાબ આપતાં તેમણે કહ્યું કે તેઓ ક્યારેય લોકોનો વિશ્વાસ તોડી શકશે નહીં. તેમણે આ હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી હતી. ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં સાત લોકોના મોત થયા હતા. જેમાં એક ડોક્ટર અને છ મજૂરોનો સમાવેશ થાય છે.
जम्मू-कश्मीर के गांदरबल में आतंकी हमले में एक डॉक्टर और प्रवासी मज़दूरों समेत कई लोगों की हत्या बहुत ही कायरतापूर्ण और अक्षम्य अपराध है।
सभी शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
आतंकियों का यह दुस्साहस…
— Rahul Gandhi (@RahulGandhi) October 21, 2024
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ‘જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલામાં એક ડૉકટર અને પ્રવાસી મજૂરો સહિત કેટલાક લોકોની હત્યા બહુ જ કાયરતાપૂર્ણ અને અક્ષમ્ય અપરાધ છે. બધા જ શોકાકુલ પરિવારો પ્રતિ મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરું છું. આતંકવાદીઓની આ હિંમત જમ્મુ-કાશ્મીરમાં બાંધકામ અને લોકોના વિશ્વાસને ક્યારેય તોડી શકશે નહીં. આતંકવાદ સામેની આ લડાઈમાં આખો દેશ એકજૂટ છે.”
નીતિન ગડકરીએ પણ નિંદા કરી
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પણ હુમલાની નિંદા કરી હતી. ગડકરીએ કહ્યું કે આતંકવાદીઓએ ગાંદરબલ જિલ્લાના ગુંડ વિસ્તારમાં એક સુરંગનું નિર્માણ કાર્ય કરી રહેલી ખાનગી કંપનીના કામદારોના કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ચાર કામદારો અને એક ડૉક્ટરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, ગડકરીએ કહ્યું કે “નિર્દોષ મજૂરો” સોનમર્ગના ગગનગીરમાં એક મહત્ત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટમાં રોકાયેલા હતા.
ગડકરીએ કહ્યું, “હું જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં ગગનગીર ખાતે નિર્દોષ મજૂરો પરના ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું, જેઓ એક મહત્ત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટમાં રોકાયેલા હતા.” તેમણે કહ્યું, “હું શહીદ મજૂરોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મારા વિચારો અને પ્રાર્થનાઓ ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતા માટે છે.”
આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર-મસ્જિદ ઉકેલ માટે CJI ચંદ્રચુડે શું કહ્યું? પોતે જણાવી સ્ટોરી