ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ડ્રાફટ ટી.પી.સ્કીમ અંતર્ગત AMCને વિવિધ હેતુ માટેના 239 પ્લોટ મળશે

Text To Speech
  • સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકટર સહીત વિવિધ હેતુ માટેના પ્લોટ મળશે
  • વેજલપુર, વસ્ત્રાલ તેમજ ઘાટલોડીયા, સોલા તથા વિંઝોલમાં પ્લોટ મળશે
  • ઘાટલોડીયા 53 અને વિંઝોલને 65 પ્લોટ મળશે

અમદાવાદમાં ડ્રાફટ ટી.પી.સ્કીમ અંતર્ગત AMCને વિવિધ હેતુ માટેના 239 પ્લોટ મળશે. જેમાં અમદાવાદ મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં પાંચ જેટલી ડ્રાફટ સ્કીમ રાજય સરકારમાં મંજુરી માટે મોકલવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી હતી.

સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકટર સહીત વિવિધ હેતુ માટેના 239 પ્લોટ મળશે

સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકટર સહીત વિવિધ હેતુ માટેના 239 પ્લોટ મળશે. વસ્ત્રાલ ટી.પી.સ્કીમમાં સૌથી વધુ 68 તથા બાદરાબાદ ટી.પી.સ્કીમમાં સૌથી ઓછા 22 પ્લોટ મળી શકશે. ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મુસદ્દારુપ નગર યોજના અંતર્ગત બાદરાબાદ ઉપરાંત વેજલપુર, વસ્ત્રાલ તેમજ ઘાટલોડીયા, સોલા તથા વિંઝોલ ડ્રાફટ ટી.પી.સ્કીમ માટે નિયત સમયમાં તમામ આનુસાંગિક કાર્યવાહી કરી રાજય સરકારની મંજુરી માટે મોકલવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી છે.

ઘાટલોડીયા 53 અને વિંઝોલને 65 પ્લોટ મળશે

મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ડ્રાફટ ટી.પી.સ્કીમ અંતર્ગત સોશીયલ ઈન્ફ્રાસ્ટ્રકટર, સ્કૂલ, પાર્કિંગ, ગાર્ડન, રહેણાંક તેમજ કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ મળશે. જેમાં બાદરાબાદને 22, વેજલપુર 31 તથા વસ્ત્રાલ 68 તેમજ ઘાટલોડીયા 53 અને વિંઝોલને 65 પ્લોટ મળશે.

આ પણ વાંચો: ભારતીય હવામાન વિભાગે ‘દાના’ વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી, જાણો ક્યા છે ભારે વરસાદનું એલર્ટ

Back to top button