ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કેટરીના કૈફથી પરિણીતી ચોપરા સુધીની અભિનેત્રીઓએ આ રીતે કરવા ચોથની કરી ઉજવણી, જૂઓ

  • કપલ્સે કરવા ચોથની ઉજવણીની સુંદર પળો સોશિયલ મીડિયા પર શેર કરી

મુંબઈ, 21 ઓકટોબર: બી-ટાઉનની પત્નીઓએ ખૂબ જ પ્રેમ અને ખુશીથી કરવા ચોથની ઉજવણી કરી છે. કપલ્સે સોશિયલ મીડિયા પર સુંદર પળો પણ શેર કરી છે. પરંપરાગત કપડાંથી માંડીને હૃદયસ્પર્શી કૅપ્શન્સ, બધું જ પરફેક્ટ હતું. બોલિવૂડ અભિનેત્રીઓએ તેમના પતિ પરમેશ્વર સાથે આ ખાસ દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી. આ વખતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ, સોનાક્ષી સિન્હા, રકુલ પ્રીત સિંહ, અદિતિ રાવ હૈદરી અને કૃતિ ખરબંદાની પહેલી કરાવવા ચોથ હતી. કેટરિના કૈફ-વિકી કૌશલથી લઈને પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા સુધી, દરેક તેમના કરવા ચોથની ઉજવણી માટે ચર્ચામાં છે. સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલ, રકુલ પ્રીત-જેકી ભગનાનીથી લઈને લિન લૈશરામ-રણદીપ હુડ્ડા સુધી, બધાએ કરવા ચોથ 2024ની સુંદર ઉજવણી કરી. કપલ્સે પોતાના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરિના કૈફે આ કરવા ચોથની કેટલીક અદભૂત તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે સુંદર બેબી પિંક અને ગોલ્ડન સાડી પહેરી હતી. એક તસવીરમાં તે વિકી કૌશલની માતા પાસેથી આશીર્વાદ લેતી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં તેણે વિકી અને તેના માતા-પિતા સાથે ક્યૂટ ફેમિલી ફોટો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

કીર્તિ ખરબંદાએ પતિ પુલકિત સમ્રાટ સાથે સુંદર તસવીરો શેર કરી છે. ગોલ્ડન સાડી પહેરેલી કીર્તિએ પુલકિત સાથે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા હતા. જ્યારે પુલકિતે સફેદ કુર્તો પહેર્યો હતો. આ દંપતીએ લગ્ન પછી તેમની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી હતી અને તસવીરો શેર કરતી વખતે તેઓએ એક હૃદય સ્પર્શી કેપ્શન પણ લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ પ્રીતે તેના પતિ જેકી ભગનાની સાથેની રોમેન્ટિક તસવીરોનો સેટ પોસ્ટ કર્યો છે. બંનેએ મેચિંગ લાલ પોશાક પહેર્યા હતા, અને રકુલે એક સુંદર કેપ્શન લખ્યું હતું, ‘મારો સૂર્ય, ચંદ્ર, બ્રહ્માંડ, મારું બધું… અમે તમને કરવા ચોથની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.’

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

રાઘવ ચઢ્ઢાએ પત્ની પરિણીતી ચોપરા સાથેની બીજી કરવા ચોથની સુંદર ક્ષણો શેર કરી. એક તસવીરમાં, તેણી ઉપવાસ તોડતી જોઈ શકાય છે, જ્યારે તેણીના ભાવનાત્મક કેપ્શને દરેકના દિલ જીતી લીધા હતા. આ તસવીરોમાં તેણી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

Shahid Kapoor
@Shahid Kapoor

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ તેના પતિ સાથે એક સુંદર સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તેણીએ લખ્યું કે, ‘સૂર્ય અને ચંદ્ર’

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોયે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે કરાવવા ચોથની ઉજવણી કરતી તસવીરોની સુંદર સિરીઝ શેર કરી છે. મૌની ગુલાબી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેણે આ ખાસ દિવસે તેના પતિ સાથે રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Lin Laishram (@linlaishram)

લિન લૈશરામ અને રણદીપ હુડ્ડાનો કરવા ચોથ બીજા બધા કરતા અલગ હતો. લિને તેની પ્રથમ કરવા ચોથની તસવીર પણ શેર કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લાલ સાડીમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની આ પહેલી કરવા ચોથ છે. સોનાક્ષીએ એક ફની વીડિયો શેર કરીને કહ્યું છે કે, તેણે અને તેના પતિ ઝહીર ઈકબાલ બંનેએ કરવા ચોથનો ઉપવાસ રાખ્યો છે.

શિલ્પા શેટ્ટીએ એક વીડિયો શેર કરીને ઉજવણીની ઝલક પણ શેર કરી હતી, જેમાં તે તેના પતિ પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ તેના કરવા ચોથ 2024ની ઝલક બતાવી છે. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેના પતિ-સિંગર નિક જોનાસ લંડનમાં તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે.

આ પણ જૂઓ: મીડિયાની સામે ઉર્ફીએ માનુષી છિલ્લરને કહ્યું, ‘I HATE YOU’ હગ કરવાથી ઈનકાર કર્યોં

Back to top button