ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક ધડાકો અને ચારેબાજુ ધુમાડો.. જુઓ દિલ્હીના રોહિણી બ્લાસ્ટનો VIDEO

Text To Speech

નવી દિલ્હી, 20 ઓક્ટોબર : દિલ્હીના રોહિણીમાં CRPF સ્કૂલની દિવાલ પાસે આજે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના પછી આ વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીઓ તપાસમાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો છે. 30 સેકન્ડની વિડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે દિવાલ પાસે ટ્રિગર ફાયર કરવામાં આવ્યું, થોડો ધુમાડો નીકળ્યો અને પછી જોરદાર વિસ્ફોટ થયો.

બ્લાસ્ટ કોણે કરાવ્યો, કેવી રીતે કરાવ્યો અને પાછળનો હેતુ શું હતો, આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. NIA, સ્પેશિયલ સેલ અને અન્ય ટીમ આ કેસની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તાર ધુમાડાથી ભરાયેલો જોઈ શકાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક દિશાસૂચક વિસ્ફોટ હતો અને તે રોહિણીના આ સ્થળથી બે કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટકો એવી રીતે લગાવવામાં આવ્યા હતા કે તેનાથી શોકવેવ ઈફેક્ટ સર્જાઈ હતી, જેનાથી નજીકની ઈમારતો અને વાહનોના કાચ તૂટી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

સૂત્રોએ જણાવ્યું કે શોકવેવ ખૂબ ઊંચા હવાના દબાણથી બને છે અને તેનો અવાજ સુપરસોનિક ગતિથી ફેલાય છે. આ જ કારણે આસપાસની ઈમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.  અત્યાર સુધીની તપાસમાં સ્થળ પરથી કોઈ ધાતુની સામગ્રી, બોલ બેરિંગ કે ઈલેક્ટ્રોનિક સાધનો મળ્યા નથી અને વિસ્ફોટ કરવા માટે જાણી જોઈને શાળાની દિવાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દીવાલ પાસે વિસ્ફોટ કરવામાં આવ્યો

વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ એવું માનવામાં આવે છે કે આ બ્લાસ્ટ કોઈ પ્રકારનો સંદેશ આપવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. આસપાસના વિસ્તારમાં દુકાનો છે, પરંતુ બ્લાસ્ટ માટે દિવાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે. એજન્સીઓ આજુબાજુના સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે જેથી કોઈ પ્રકારનો સંકેત મળે.

આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ, દિલ્હીમાં હાઈ એલર્ટ! NIA કરશે કેસની તપાસ

Back to top button