રેખા, જયા, પરવીને નહિ આ અભિનેત્રીએ બિગબી સાથે આપી 11 હિટ ફિલ્મો, સૌથી વધારે ઓનસ્ક્રીન રોમાંસ કર્યો
મુંબઈ – 20 ઓકટોબર : અમિતાભ બચ્ચન સાથે કોઈ પણ હિરોઈનની જોડી બનાવવાનો પ્રશ્ન આવે ત્યારે સૌથી પહેલું નામ જે આવે છે તે રેખાનું છે. બિગ બીના કેટલાક ડાઇ હાર્ડ ફેન્સને પરવીન બાબીનું નામ પણ યાદ હશે. કેટલાક લોકોને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની રિયલ લાઈફ જોડી રીલ લાઈફ કરતા વધુ પસંદ આવી હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચન સાથે સૌથી વધુ હિટ ફિલ્મો આપનાર અભિનેત્રીઓની યાદીમાં આ ત્રણ અભિનેત્રીઓમાંથી કોઈનું નામ સામેલ નથી. અમિતાભ બચ્ચન સાથે એક-બે નહીં પરંતુ 11 ફિલ્મો હિટ આપનાર અભિનેત્રી કોઈ બીજી છે. બિગ બીની ઓનસ્ક્રીન લવ ઇન્ટરેસ્ટ હોવા ઉપરાંત, તેમણે તેમની માતાની ભૂમિકા પણ ભજવી છે.
અભિનેત્રીનું નામ છે રાખી
અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તેમનું નામ રાખી ગુલઝાર છે. રાખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એક પાવરફુલ અને હિટ એક્ટ્રેસ રહ્યાં છે. જેમણે લાંબી ફિલ્મી ઇનિંગ્સ રમી છે. પોતાની ફિલ્મી ઇનિંગ્સમાં તેમણે ધર્મેન્દ્ર, શશિ કપૂર, શત્રુઘ્ન સિંહા અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પોતાની ફિલ્મી કરિયરમાં રાખીએ અમિતાભ બચ્ચન સાથે લગભગ 13 ફિલ્મોમાં કામ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ 13 ફિલ્મોમાંથી માત્ર બે જ ફ્લોપ રહી હતી. આ સિવાય 11 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.
ગર્લફ્રેન્ડથી માતા સુધીનું પાત્ર
રાખીએ અમિતાભ બચ્ચન સાથે દરેક પ્રકારના રોલ કર્યા છે. તે ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની પ્રેમિકા હતા અને તેની માતા પણ બન્યા હતા. રાખી કભી કભી, બરસાત કી એક રાત, કસમે વાદે, બેમિસાલ અને ત્રિશુલ જેવી ફિલ્મોમાં બિગ બીની નાયિકા તરીકે સ્ક્રીન પર આવ્યા હતા. આ પછી રાખીએ ફિલ્મ શાન માં અમિતાભ બચ્ચનની ભાભીની દમદાર ભૂમિકા ભજવી હતી. જો તમને શક્તિ ફિલ્મ યાદ હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં રાખીએ બિગ બીની માતા અને દિલીપ કુમારની પત્નીની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : મહિલા T20 વર્લ્ડકપ : આજે રવિવારે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ, જૂઓ મેચનું શેડયૂલ