ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં માત્ર આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી
- દર્દીઓને ઝડપી રિકવરી આવે તે માટે પ્રાણવાયુ ઓક્સિજન ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે
- દર્દીને 100 ટકા ઓક્સિજન યુક્ત વાતાવરણવાળી ચેમ્બરમાં રાખવામાં આવે છે
- કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વર્ષ-2014માં ઓક્સિજન ચેમ્બર ઈન્સ્ટોલ કરવામાં આવી
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં માત્ર એક હોસ્પિટલમાં હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી ઉપલબ્ધ છે. જેમાં બિમાર અને ઈજાગ્રસ્ત દર્દીઓને ઝડપી રિકવરી આવે તે માટે પ્રાણવાયુ ઓક્સિજન ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. આવા ઈજાગ્રસ્ત અને બિમાર દર્દીઓની ઝડપી રિકવરી માટે અમેરીકા જેવા દેશોમાં હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી ખુબ પ્રચલિત છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વર્ષ-2014માં ઓક્સિજન ચેમ્બર ઈન્સ્ટોલ કરવામાં આવી
દર્દીને 100 ટકા ઓક્સિજન યુક્ત વાતાવરણવાળી ચેમ્બરમાં રાખવામાં આવે છે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં એકમાત્ર ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં આવી હાઈપરબેરિક ઓક્સિજન ચેમ્બરથી દરરોજ સરેરાશ પાંચ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વર્ષ-2014માં ઓક્સિજન ચેમ્બર ઈન્સ્ટોલ કરવામાં આવી હતી. દેશભરમાં આ સાતમું ઈન્સ્ટોલેશન હતું. સામાન્ય રીતે આપણે એક એટ્મોસ્ફિયરીક પ્રેશરમાં શ્વાસ લઈએ છીએ પરંતુ એચબીઓ ચેમ્બરમાં દર્દીને ત્રણ એટ્મોસ્ફિયરીક પ્રેશરમાં દર્દીને100 ટકા ઓક્સિજનવાળી ચેમ્બરમાં રાખવાથી દર્દી બિમારીમાંથી ઝડપી રિકવર થાય છે.
દર્દીના દરેક અંગ સુધી પુરતો ઓક્સિજન પહોંચવાથી રિકવરી ઝડપી આવે છે
આ અંગે હાયપરબેરિક ઓક્સિજન થેરાપી વિભાગે જણાવ્યું કે, ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં માત્ર સર ટી. હોસ્પિટલમાં જ આ સારવાર ઉપલબ્ધ છે. નસોના છેડા ખુબ જ પાતળા હોય છે જ્યાં સુધી રક્તકણો પહોંચી નહી શકતા હોવાથી શરીરના તે ભાગ સુધી ઓક્સિજન પહોંચતું નથી પરંતુ આ ચેમ્બરમાં ફ્લૂઈડ થકી ઓક્સિજન નસોના છેડા સુધી ઓક્સિઝન પહોંચે છે અને દર્દીના દરેક અંગ સુધી પુરતો ઓક્સિજન પહોંચવાથી રિકવરી ઝડપી આવે છે.