ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

Text To Speech
  • હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે
  • હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે
  • તાજેતરમાં જ અમદાવાદ પોલીસ કર્મચારી/અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાઈ ચૂક્યું છે

ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે.

હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે

હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં જ અમદાવાદ પોલીસ કર્મચારી/અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાઈ ચૂક્યું છે. રાજ્ય સરકારે પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે.

હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે

દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.

આ પણ વાંચો: ચોમાસાની વિદાય સમયે મેઘરાજાની ફરી એન્ટ્રી, હવામાન વિભાગે આગામી આ તારીખ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી

Back to top button