એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં સગીર વિદ્યાર્થીનો આપઘાત, મરતા પહેલાં બનાવ્યો હતો વીડિયો, જૂઓ

Text To Speech
  • શિક્ષક અને પોલીસની ધમકીની બીકથી ગળેફાંસો ખાઈ લીધો

રાજકોટ, 19 ઓક્ટોબર : રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાની મોટા વડા સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થી ધ્રુવીલ વરુએ શિક્ષકના દબાણથી અને ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા ઉપર વિડિયો પણ વાયરલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ 11 અભ્યાસ કરતા ધ્રુવીલ ભરતભાઈ વરૂ નામના વિદ્યાર્થીએ શિક્ષકના દબાણથી અને પોલીસની ધમકીથી ગભરાઈને પોતાના ધરે ગળા ફાંસો ખાઈને આપધાત કરી લીધો છે. સુસાઈડ નોટમાં શિક્ષક દ્વારા પોલીસને સોંપી દેવાના દબાણથી આપધાત કર્યાનો ઉલ્લેખ છે. પરીવારજનો તથા પોલીસ ટીમ મૃતદેહને લોધીકા હોસ્પિટલમાં પીએમ માટે લઈ ગયેલ છે. વધુ તપાસ લોધીકા પોલીસે હાથ ધરી છે.

જૂઓ આપઘાત પહેલાંનો અંતિમ વીડિયો

Back to top button