કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

અમરેલી : લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા 3 બાળકો સહિત પાંચના મૃત્યુ

Text To Speech

અમરેલી, 19 ઓક્ટોબર : અમરેલીના લાઠીના આંબરડી ગામમાં વીજળી પડતા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. ખેત મજૂરો કપાસના ખેતરમાંથી પરત ફરતા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે ગભરાઈ જવાથી ત્રણ લોકોની તબિયત લથડી હતી, જેમને ઢસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે લાઠીના આંબરડી ગામે વીજળી ત્રાટકી હતી અને ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતા હતા, તે સમયે વીજળઈ ત્રાટકતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા છે. મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા છે. ત્યારે વીજળી પડવાથી અન્ય 3 ઈજાગ્રસ્ત થયા છે, જેમને પણ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. ત્યારે હાલમાં નાના એવા ગામમાં 5 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ છે.

મૃતકોના નામ

  1. ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 35 વર્ષ)
  2. શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા (ઉંમર 18 વર્ષ)
  3. રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 7 વર્ષ)
  4. રૂપાલીબેન દલસુખભાઈ (ઉંમર 8 વર્ષ)
  5. રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા (ઉંમર 5 વર્ષ)

આ પણ વાંચો :- ભાજપે પેટાચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરી, જાણો વાયનાડથી કોને ટિકિટ આપી

Back to top button