ઝારખંડમાં ભાજપની 66 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર, જૂઓ કોને ક્યાં ટિકિટ મળી
નવી દિલ્હી, 19 ઓક્ટોબર : ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને ધનવર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા ચંપાઈ સોરેન સરાઈકેલા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર હશે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની પત્ની ગીતા કોડાને જગન્નાથપુર અને સીતા સોરેનને જામતારાથી ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે 66 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 12 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
BJP releases the first list of 66 candidates for the #JharkhandElection2024
Party’s state chief Babulal Marandi to contest from Dhanwar, Lobin Hembrom from Borio, Sita Soren from Jamtara, former CM Champai Soren from Saraikella, Geeta Balmuchu from Chaibasa, Geeta Koda from… pic.twitter.com/uXhfDpfTxq
— ANI (@ANI) October 19, 2024
ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે. ઝારખંડ વિધાનસભાની 81માંથી 43 બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 18 ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો દાખલ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 28 ઓક્ટોબરે થશે જ્યારે 30 ઓક્ટોબર સુધી નામો પરત ખેંચી શકાશે. 13 નવેમ્બરે ચૂંટણી યોજાશે.
રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 38 બેઠકો માટે 22 ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 29 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 30 ઓક્ટોબરે થશે જ્યારે 4 નવેમ્બર સુધી નામો પરત ખેંચી શકાશે. આ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. બંને રાજ્યોમાં મતગણતરી 23 નવેમ્બરે થશે.
ઝારખંડમાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા 2.60 કરોડથી વધુ છે, જેમાંથી લગભગ 1.29 કરોડ મહિલા અને 1.31 કરોડ પુરુષ મતદારો છે. તેમાંથી 11.84 લાખ મતદારો 18 થી 20 વર્ષની વય જૂથના છે અને લગભગ 1.14 લાખ 85 વર્ષથી વધુ વયના છે. ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા 444 છે અને 3.60 લાખ મતદારો વિકલાંગ છે. ઝારખંડમાં 29563 મતદાન મથકો બનાવવામાં આવશે. વર્તમાન મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર, 2024ના રોજ સમાપ્ત થાય છે અને ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે.
આ પણ વાંચો :- નિવૃત્ત રેલવે કર્મચારીઓને સરકાર ફરી આપી રહી છે નોકરી, જાણો કોને મળશે લાભ?