મમતા કેબિનેટનું વિસ્તરણ, સુપ્રિયો સહિત 9 મંત્રીઓએ લીધા શપથ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![West Bengal cabinet](https://www.humdekhenge.in/wp-content/uploads/2022/08/West-Bengal-cabinet-.jpg)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભાજપમાંથી TMCમાં આવેલા બાબુલ સુપ્રિયો સહિત 9 નેતાઓને કેબિનેટમાં સ્થાન આપ્યું છે.
![Ministers in West Bengal cabinet](https://humdekhenge.in/wp-content/uploads/2022/08/Ministers-in-West-Bengal-cabinet.jpg)
સુપ્રિયો ઉપરાંત સ્નેહસીસ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજુમદાર, તજમુલ હુસૈન અને સત્યજીત બર્મને રાજ્યપાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. આદિવાસી નેતાઓ બીરબાહા હંસદા અને બિપ્લબ રોય ચૌધરીએ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા.
West Bengal cabinet reshuffle | Nine ministers take oath in Kolkata – Babul Supriyo, Snehasis Chakraborty, Partha Bhowmick, Udayan Guha, Pradip Mazumder, Tajmul Hossain, Satyajit Barman. Birbaha Hansda & Biplab Roy Chowdhury are sworn in as Ministers with independent charges. pic.twitter.com/H4e4So7D8B
— ANI (@ANI) August 3, 2022
કેબિનેટમાં આ ફેરબદલ એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે TMC શાળા નોકરી કૌભાંડમાં ED દ્વારા પાર્થ ચેટર્જીની ધરપકડને લઈને વિપક્ષના હુમલાઓ હેઠળ છે. CM મમતા બેનર્જીએ હાલમાં જ પાર્થ ચેટર્જીને મંત્રી પદ પરથી હટાવી દીધા હતા. પાર્થ ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય, ઉપક્રમ અને સંસદીય બાબતો સહિત પાંચ મહત્વપૂર્ણ વિભાગોનો હવાલો સંભાળતા હતા.
![West Bengal cabinet reshuffle](https://humdekhenge.in/wp-content/uploads/2022/08/West-Bengal-cabinet-reshuffle--1024x828.jpg)
TMC પ્રમુખ મમતા બેનર્જીએ સોમવારે તેમની પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો અને જાહેરાત કરી કે બુધવારે કેબિનેટમાં ફેરબદલ થશે. ત્યારે તેમણે કહ્યું હતું કે નવા કેબિનેટમાં ચાર-પાંચ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે અને તેટલા જ વર્તમાન મંત્રીઓને પાર્ટીના કામમાં લગાવવામાં આવશે. કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર થઈ શકે છે.