દિવાળી પહેલા ઘરના મંદિરમાં રાખો શંખ, મા લક્ષ્મી થશે પ્રસન્ન
- ઘરના મંદિરમાં શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં શંખ રાખવાની સાચી દિશા તમને આર્થિક સમૃદ્ધિ અપાવી શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ દેવતાઓ અને દાનવોના સમુદ્ર મંથન દરમિયાન બહાર આવેલી મુલ્યવાન વસ્તુઓમાંથી એક છે શંખ. ધનની દેવી ગણાતી મા લક્ષ્મીને પણ શંખ પસંદ છે. કદાચ આ જ કારણથી કહેવાય છે કે જે ઘરમાં શંખ રાખવામાં આવે છે તે ઘરના સભ્યો પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે. આ બધું જાણીને આપણે ઘરમાં શંખ તો લાવી દઈશું, પરંતુ શું તમે જાણો છો કે શંખને ઘરમાં રાખવાની સાચી દિશા તમને ધનવાન બનાવી શકે છે.
ઘરમાં શંખ રાખવાના ફાયદા
માન્યતાઓ અનુસાર ઘરમાં શંખ રાખવાથી સકારાત્મક વાતાવરણ બને છે. આ ઉપરાંત ભાગ્ય પણ તમારો સંપૂર્ણ સાથ આપે છે. પૈસાનો પ્રવાહ વધવા લાગે છે, પરંતુ આ બધા ફાયદાઓ મેળવવા માટે તમને ઘરમાં શંખ રાખવાની સાચી દિશા, યોગ્ય પદ્ધતિ વગેરે વિશે જાણકારી હોવી જોઈએ.
શંખ રાખવાની સાચી દિશા અને નિયમો
શંખને ઘરની પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. શંખને ઘરના મંદિરમાં જ રાખો. વાસ્તુ અનુસાર પૂજા રૂમ ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવો જોઈએ. આ સ્થિતિમાં તમે શંખને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી શકો છો. જ્યાં શંખ રાખવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. ભૂલથી પણ શંખને જમીન પર ન રાખો. એક સ્વચ્છ લાલ અથવા પીળું કપડું લો અને તેના પર શંખ રાખો. આ પછી પૂજા કર્યા પછી શંખને લાલ કે પીળા કપડાથી ઢાંકી દો.
શંખ વગાડ્યા પછી તેને સ્વચ્છ અને શુદ્ધ રાખવો જરૂરી છે. શંખ વગાડ્યા પછી એક વાસણમાં પાણી અને ગંગાજળ લો અને તેમાં શંખ મૂકોલ ત્યારબાદ તેને સૂકવીને મંદિરમાં રાખો. ધ્યાન રાખો કે શંખનું મુખ હંમેશા ઉપરની તરફ રાખવું જોઈએ. મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પાસે શંખ રાખો.
આ પણ વાંચોઃ મંગળ અને શનિ બનાવી રહ્યા છે ષડાષ્ટક યોગ, દિવાળી પહેલા ચાર રાશિઓ રાખે ધ્યાન