ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલી PMના ઘર ઉપર ડ્રોન હુમલો, બેન્જામિન નેતન્યાહુ માંડ બચ્યા

Text To Speech

નવી દિલ્હી, 19 ઓક્ટોબર : હમાસ ચીફ યાહ્યા સિનવારના મોતના 72 કલાક બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલ સરકારે કહ્યું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન તરફ શનિવારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સમગ્ર ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં નેતન્યાહુ માંડ માંડ બચ્યા હતા. આ હુમલામાં અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી. આ હુમલો કોણે કર્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

દરમિયાન ઈઝરાયેલની સેનાએ એ પણ જણાવ્યું નથી કે જ્યારે હુમલો થયો ત્યારે નેતન્યાહુ ત્યાં હાજર હતા કે નહીં.  પરંતુ નિશ્ચિતપણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નેતન્યાહુ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. હુમલા બાદ ઈઝરાયેલની સેના અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

હુમલા બાદ વડાપ્રધાન કાર્યાલયે નિવેદન જાહેર કર્યું 

નેતન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું છે. તે અહેવાલ આપે છે કે હમાસના નેતા યાહ્યા સિનવરની હત્યાના કલાકો પછી, શનિવારે ઇઝરાયેલી શહેર સીઝેરિયામાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન તરફ ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું હતું. નેતન્યાહુના પ્રવક્તાએ કહ્યું કે તે આ સમય દરમિયાન આસપાસ ન હતા. તેમના નિવાસસ્થાન પર થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે UAV (માનવરહિત એરિયલ વ્હીકલ) હતું જેને સીઝેરિયામાં વડા પ્રધાનના નિવાસસ્થાન તરફ મોકલવામાં આવ્યું હતું. પરંતુ વડા પ્રધાન અને તેમના પત્ની તે સ્થળે નહોતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

આ પણ વાંચો :- ગુજરાતમાં ઑનલાઈન ક્લાસની એપ્લિકેશનમાંથી 4000 વીડિયો ડાઉનલોડ કરીને વેચી દેવાયાની ફરિયાદ

Back to top button