ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં ઑનલાઈન ક્લાસની એપ્લિકેશનમાંથી 4000 વીડિયો ડાઉનલોડ કરીને વેચી દેવાયાની ફરિયાદ

Text To Speech

ગાંધીનગર, 19 ઓકટોબર, આજકાલ, ઑનલાઇન શિક્ષણ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે. ઘણી પરંપરાગત યુનિવર્સિટીઓ તેમના અભ્યાસક્રમોને નિઃશુલ્ક ઓનલાઇન શેર કરે છે. પરંતુ ઑનલાઈન ક્લાસની એપ્લિકેશનમાંથી પણ ઠગાઇ થાઈ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રૂ. 5 થી 25 હજાર સુધીની ફી લઈ ઓનલાઇન તાલીમ આપતી એપ્લીકેશન હેક કરીને તેમાંથી વીડિયો ડાઉનલોડ કરીને સસ્તામાં વેચી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ દાખલ થઈ છે. ભેજાબાજ શખ્સોએ ચાર હજાર જેટલા રેકોર્ડેડ વીડિયો એસ્ટ્રેક્ટ કરીને ટેલીગ્રામ ચેનલ પર સસ્તા ભાવે વેચી દીધા હોવાની ફરિયાદ થઈ છે. આ મામલે આર્થિક નુકસાની થતાં રાજધાનીના સેકટર – 7 પોલીસ મથકમાં સાયબર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમી ચલાવતા મહેશભાઈ આહજોલીયાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની ઑનલાઇન તથા ઓફ લાઈન તાલીમ આપે છે. ઓનલાઇન તાલીમ માટે જ્ઞાન લાઇવ નામની એપ્લીકેશન મારફતે રેકોર્ડેડ અને લાઇવ કોર્સીસના વિડીયો મૂકવામાં આવે છે. અને રૂ. 5 થી 25 હજાર સુધીની ફી લઈ એપ્લીકેશન મારફતે ઓનલાઈન તાલીમ આપવામાં આવે છે. આ વીડિયોને કોઇ સ્કીન શોર્ટ, સ્ક્રીન રેકોર્ડીગ તથા ફોરવર્ડ કરી શકાતું નથી. વિડીયો માત્ર એપ્લીકેશનમાં જ ડાઉનલોડ થઈ શકે તે રીતે વ્યવસ્થા રાખેલી છે.

જુન 2024માં તેમની સંસ્થા સિવાય વેબ સંકુલ, પ્રાજશ્વ ફાઉન્ડેશન, વચન ઓનલાઈન, ધ્યેય ઈન્સ્ટિટ્યૂટ, વર્લ્ડ ઇનબૉક્સ, સાધ્યમ એકેડેમી અને વિવેકાનંદ એકેડમીના એપ્લીકેશનના ચારેક હજાર રેકોડેડ વીડિયો એસ્ટ્રેક્ટ કરી કોઈ ભેજાબાજ શખ્સોએ પોતાની ટેલીગ્રામ ચેનલ પર મૂક્યા હતા. અને તેને 200 થી 800 રૂપિયામાં વિદ્યાર્થીઓને વેચવામાં આવી રહ્યા છે. જેની વધુ તપાસ કરતા ટેલીગ્રામ ગ્રુપના એડમીન તરીકે joinhider bot યુઝર નેમ @Join_hider_bot બતાવતું હતું. જેના એડમીન “Let’s Help Upadate” યુઝર નેમ @L ets Help_official હતા. આ મામલે ફરિયાદીએ 27 જુન 2024 ના રોજ તમામ સંસ્થાઓ વતી સાયબર ક્રાઈમમાં અરજી આપી હતી. જે અન્વયે સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો..અમદાવાદઃ 100થી વધુ લોકોએ ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં તોડફોડ કરી, પોલીસ દોડતી થઇ, જુઓ Video

Back to top button