Video: શું પાકિસ્તાનમાં છોકરીઓ-મહિલાઓ જ નથી? વિદેશી યુવતીના દાવાથી સર્જાયું રહસ્ય
ઇસ્લામાબાદ, 19 ઓક્ટોબર : ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વિદેશી યુવતીએ પાકિસ્તાનની ધરતી પર પગ મૂકે છે, પરંતુ તે દૂર દૂરથી જૂએ છે તે બધા પુરુષો જ છે. વીડિયો જોઈને એવું લાગે છે કે પાકિસ્તાનમાં કોઈ યુવતીઓ નથી. આ યુવતી ઈસ્લામાબાદ એરપોર્ટ પર જાય છે અને પાકિસ્તાનની મુલાકાત લે છે, પરંતુ તેને પોતાના સિવાય બીજી કોઈ છોકરી દેખાતી નથી. હવે આ યુવતી પોતે પણ આ વાતથી આશ્ચર્યચકિત છે. હવે લોકો પણ પાકિસ્તાનના આ વાયરલ વીડિયો પર પોતાની કોમેન્ટ સાથે પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
View this post on Instagram
પાકિસ્તાનમાં છોકરીઓ ક્યાં ગુમ થઈ ગઈ?
વાયરલ વીડિયોમાં આ વિદેશી યુવતી એરપોર્ટથી રોડ પર અને પછી પાકિસ્તાનની ગલીઓમાં ફરે છે, પરંતુ તેને એક પણ પાકિસ્તાની યુવતી દેખાતી નથી. આ છોકરી આ વાતથી આશ્ચર્યચકિત છે. આ છોકરીએ પોતાના વીડિયોના કેપ્શનમાં પણ લખ્યું છે કે, છોકરીઓ ક્યાં છે? આ વિડિયોને શેર કરતા આ વિદેશી પ્રવાસીએ લખ્યું છે કે, ‘હેલો ઈસ્લામાબાદ, અમે શહેરમાં જ્યાં પણ ગયા, ત્યાં પુરુષો અને મહિલાઓનો રેશિયો 1:50 હતો, અમે ઉતરતાની સાથે જ એક જ બાબત પર ધ્યાન આપ્યું, છોકરીઓ ક્યાં છે? હવે આ વિદેશી યુવતીની પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે.
વિદેશી યુવતીના વીડિયોને મળ્યા 1 કરોડથી વધુ વ્યૂઝ
પાકિસ્તાનમાં ક્યાંય જોવા નહીં મળતી છોકરીઓ વિશેના આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘છોકરીઓ ઘરે રસોઇ કરી રહી છે અને પુરુષો કમાવા માટે બહાર જાય છે’. પાકિસ્તાનમાં મહિલાઓની સંખ્યા અને સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એકે લખ્યું, ‘એ ખૂબ જ દુઃખદ છે કે પાકિસ્તાનમાં મહિલાઓને આટલું મુશ્કેલ જીવન જીવવું પડે છે, તેઓ મુક્તપણે બહાર પણ નથી જઈ શકતી’. આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે કે 1 લાખથી વધુ લાઇક્સ અને 20 હજાર ટિપ્પણીઓ મળી છે.
આ પણ વાંચો :- રાજકોટ: બહારની ચીજ વસ્તુઓ ખાતા પહેલા આ સમાચાર ખાસ વાંચો