ટોપ ન્યૂઝનેશનલ

EC કે SC નિષ્પક્ષ નથી; બંને ભાજપની B,C અને D ટીમો; સંજય રાઉત કેમ ઉઠાવી રહ્યા છે સવાલ?

Text To Speech

મુંબઈ, 18 ઓકટોબર : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના બ્યુગલ બાદ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત કેન્દ્ર સરકાર અને સત્તાધારી ભાજપ પર આક્રમક બન્યા છે. આ સાથે તેઓ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ પર પણ પ્રહારો કરી રહ્યા છે. રાઉતે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ કે સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ નથી. રાઉતે ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો અને દાવો કર્યો કે ત્યાં બેઠેલા લોકો પક્ષપાતી છે. “ચૂંટણી પંચે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે, અને અમને લાગે છે કે તે નિર્ણયો મહા વિકાસ અઘાડીના હિતોની વિરુદ્ધ છે, અને તે નિર્ણયો એકનાથ શિંદે અને ભાજપને મદદ કરશે,”

રાઉત અહીંથી અટક્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ તટસ્થ નથી. તેઓ ભાજપની B, C અને D ટીમ છે.” રાઉતે ભાજપ પર વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આ પ્રયાસોની તુલના શિવસેના અને એનસીપી સામેના રાજકીય મુકાબલા થે કરી હતી. તેમણે કહ્યું, “મારા જેવા લોકો જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોણ છે અને ભાજપ શું કરી રહ્યું છે. આ બીજેપીની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયાર નથી, પરંતુ તેમની પાસે CBI અને ED છે. તેઓ આનો ઉપયોગ અમારા પર હુમલો કરવા માટે કરી રહ્યા છે તેમ છતાં અમે મજબૂત ઊભા છીએ.

મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે રાઉતે કહ્યું કે રાજ્યની 288 સીટોમાંથી ગઠબંધન વચ્ચે સહમતિ બની ગઈ છે અને કેટલીક સીટો અટવાઈ ગઈ છે. તેમણે કહ્યું કે તેઓ આજે જ રાહુલ ગાંધી સાથે બેઠકની વહેંચણીને આખરી ઓપ આપવા માટે વાત કરશે કારણ કે કેટલીક બેઠકો પર ઘણા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. તેમણે બેઠકની વહેંચણીમાં વિલંબને લઈને સાથી પક્ષ કોંગ્રેસ પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ દરેક યાદીને મંજૂરી માટે દિલ્હી મોકલતા રહે છે. તેમણે કહ્યું, “એનસીપી અને શિવસેના વચ્ચે કોઈ મોટો તફાવત નથી, કોંગ્રેસમાં પણ નથી પરંતુ કેટલીક બેઠકો છે જેના પર ત્રણેય પક્ષો દાવો કરે છે. નાના પટોલે મહારાષ્ટ્રમાં અમારા સાથી છે, પરંતુ કેટલીક બેઠકો પર સમસ્યા છે, તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

આ પણ વાંચો : VIDEO/ SP MLAની દાદાગીરી! SDMને ધક્કો મારીને કારમાં બેસાડ્યા

Back to top button