નવસારીઃ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ગૌધામનું ઉદ્ધાટન તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નવસારી, 18 ઓક્ટોબર : કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ગૌધામનું ઉદ્ધાટન તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ નવાગામ, નવસારી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હમેંશા શિસ્ત અને સ્વચ્છતા અને શિક્ષણનો આગ્રહી રહ્યો છે.
આ સંસ્થા સૌરાષ્ટ્રમાં ઘણા વર્ષોથી દિવસના એક રૂપિયાના ખર્ચે બાળકોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી છે તેનો અર્થ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સેવાકીય ભાવ સાથે કામ કરતા હોય છે. આજ દિન સુઘી 1 લાખ 95 હજારથી વઘુ વિદ્યાર્થીઓએ આ સંસ્થા થકી શિક્ષણ મેળવ્યુ છે. વિશ્વમાં કોઇ પણ મોટી સંસ્થાનો આવો રેકોર્ડ નહી હોય તેવો રેકોર્ડ અંહી સ્થાપવામાં આવ્યો છે.
આ સંસ્થામાં બાળકોને શિક્ષણ જ નહી પણ સંસ્કારનું સિંચન થાય તેનું ધ્યાન રાખવામા આવે છે. જે વાલીઓ પોતાના બાળકોને સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ અર્થે મુકે છે ત્યારે તેઓ નિશ્ચિત થાય છે કે તેમના બાળકો શિક્ષણ સાથે સંસ્કારીતાના ગુણ મેળવી એક સારો નાગરીક બની પરિવાર, ગામ અને દેશ માટે સારુ કામ કરી શકશે તેવી આશા રાખતા હોય છે.
વધુમાં પાટીલે જણાવ્યું કે, ગૌ શાળા અને મંદિરનું નિર્માણ સંતો દ્વારા ખૂબ ટુંકા સમયમાં તૈયાર કરવામાં આવ્યુ છે અને આ મંદિર નિર્માણ અંગે વિકસીત દેશોના આર્કિટેક કે એન્જિનયર આવે તો તેમને માનવામાં ન આવે તે રીતે ઝડપી મંદિર તૈયાર કરાવ્યુ છે. આ મંદિરની ડિઝાઇન સંતોએ જ તૈયાર કરી છે તે બદલ તેમને અભિનંદન. દરેક વ્યકતીએ મંદિર જઇ દર્શન કરવા જ જોઇએ કારણ કે મંદિરે જવાથી ધર્મમાં આસ્થા વધતી રહે છે જેનાથી નીતી-નીયમથી વ્યકિત આગળ વઘી શકે છે. હું દાવા સાથે કહી શકુ છું કે ભાજપ ગુજરાતના દરેક નાનામાં નાનો કાર્યકર્તા કે મુખ્યમંત્રી પણ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હશે અને સંતો સાથેના સંપર્કમા રહી સેવા કરવાના કામમા આગળ રહ્યા હશે.
આ પણ વાંચો :- ઉત્તરાખંડમાં થોડા સમયમાં લાગુ થશે UCC, સમિતિએ નિયમોનો અંતિમ ડ્રાફ્ટ CMને