ટ્રેન્ડિંગમનોરંજન

અક્ષય કુમાર-આર માધવન ધમાકો કરવા તૈયાર, કરણ જોહરે નવી ફિલ્મની કરી જાહેરાત

Text To Speech
  • આ વર્ષે ‘જીગરા’, ‘દેવરા’ અને ‘કિલ’ જેવી ફિલ્મો બનાવ્યા બાદ કરણ જોહરે વધુ એક નવી ફિલ્મની જાહેરાત કરી છે

HD ન્યુઝ ડેસ્કઃ કરણ જોહર આ વર્ષે તેની બેક ટુ બેક ફિલ્મોને લઈને ચર્ચામાં છે. આ વર્ષે ‘જીગરા’, ‘દેવરા‘ અને ‘કિલ’ જેવી ફિલ્મો બનાવ્યા બાદ કરણ જોહરે વધુ એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. કરણના ધર્મા પ્રોડક્શને શુક્રવારે એક નવી ફિલ્મની જાહેરાત કરી હતી, જેનું નામ હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Dharma Productions (@dharmamovies)

શેની પર આધારિત હશે નવી ફિલ્મ?

આ ફિલ્મ બેરિસ્ટર સી શંકરન નાયર પર આધારિત હશે જે 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જનરલ ડાયરની ભૂમિકાની વાત અને સત્યને ઉજાગર કરશે. આ ફિલ્મમાં બ્રિટિશ રાજ સામે બેરિસ્ટર સી શંકરનની ભૂમિકા અને તેમના યોગદાનને દર્શાવવામાં આવશે. આ એક બાયોપિક ફિલ્મ હશે, જેનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેની સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે.

ધર્મા પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. કરણની આ ફિલ્મમાં અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં હશે. આ પ્રકારની સ્ટારકાસ્ટ પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. તેનું નિર્દેશન કરણ સિંહ ત્યાગી કરશે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે અને ‘ધ કેસ ધેટ શુક ધ એમ્પાયર’ પુસ્તકનું રૂપાંતરણ છે. આ પુસ્તક સી શંકરન નાયરના પૌત્ર રઘુ પલાટ અને પુષ્પા પલાટ દ્વારા લખવામાં આવ્યું છે. આ ફિલ્મ 14 માર્ચ 2025ના રોજ મોટા પડદા પર આવવા જઈ રહી છે.

કોણ હતા સી. શંકરન

સી. શંકરન નાયર એક વકીલ અને રાજકારણી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. તેમણે 1906 થી 1908 સુધી મદ્રાસના એડવોકેટ જનરલ તરીકે સેવા આપી હતી. શંકરને જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં જનરલ ઓ ડાયરનો ખુલીને વિરોધ કર્યો હતો. આ કારણે તેમની પર અનેક કેસ ચાલ્યા હતા.

આ પણ વાંચોઃ ‘કિંગ’માં શાહરૂખ અને સુહાનાના રોલનો ખુલાસો, આ અવતારમાં પિતા-પુત્રીની જોડી

Back to top button