ટ્રેન્ડિંગમનોરંજન

‘કિંગ’માં શાહરૂખ અને સુહાનાના રોલનો ખુલાસો, આ અવતારમાં પિતા-પુત્રીની જોડી

Text To Speech
  • કિંગમાં શાહરૂખ અને સુહાનાના રોલને લઈને ચાહકોમાં એક્સાઈટમેન્ટ છે. આ ફિલ્મ 1994માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘લિયોનઃ ધ પ્રોફેશનલ’ની હિન્દી રિમેક છે

18 ઓક્ટોબર, મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મમાં સુહાના ખાન તેના પિતા સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે. કિંગમાં શાહરૂખ અને સુહાનાના રોલને લઈને ચાહકોમાં એક્સાઈટમેન્ટ છે. તેનું પાત્ર કેવું હશે, ફિલ્મની વાર્તા શું હશે તે અંગે કેટલાક અપડેટ્સ સામે આવ્યા છે.

શું હશે ફિલ્મની સ્ટોરી?

સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કિંગ’ 1994માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘લિયોનઃ ધ પ્રોફેશનલ’ની હિન્દી રિમેક છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ એક મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ હશે જેમાં શાહરૂખ ખાન પ્રોફેશનલ કિલરની ભૂમિકા ભજવશે. જ્યારે સુહાના એક એવી છોકરીની ભૂમિકા ભજવશે જેણે તેના માતા-પિતાને ગુમાવ્યા છે અને હવે તે શાહરૂખના પ્રોટેક્શનમાં છે. ફિલ્મમાં એક્શન સીન્સ, ડ્રામા અને થ્રિલર ઈફેક્ટ્સથી ભરપૂર મસાલો જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by D’YAVOL X (@dyavol.x)

શાહરૂખનો ખતરનાક અવતાર 

ફિલ્મમાં તે પિતા-પુત્રીની ભૂમિકામાં નહી હોય, પરંતુ સ્ટોરી ફ્રેન્ચ ફિલ્મથી પ્રેરિત હશે. ‘ડર’, ‘બાઝીગર’ અને ‘અંજામ’ જેવી સુપરહિટ ફિલ્મો બાદ શાહરૂખ ખાન ફરી એકવાર કિંગમાં ગ્રે કેરેક્ટરમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે કેટલાક સીન વિદેશી લોકેશન પર પણ શૂટ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અંગે વધુ માહિતી સામે આવી નથી. અહેવાલો મુજબ કિંગ વર્ષ 2026માં રીલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં શાહરૂખ અને સુહાના સિવાય અભિષેક બચ્ચન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ જાણીતી અભિનેત્રીનું નિધન, 96 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Back to top button