ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં CM ઓમર અબ્દુલ્લાના મંત્રીઓને વિભાગોની ફાળવણી, જુઓ યાદી

Text To Speech
  • લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંત્રીઓને વિભાગોનો આદેશ જારી કર્યો છે

શ્રીનગર, 18 ઓકટોબર: ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બની ગયા છે. તેમના શપથગ્રહણના બે દિવસ બાદ આજે શુક્રવારે મંત્રીઓને વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ અંગે આદેશ જારી કર્યો છે. CM ઓમર અબ્દુલ્લાએ નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીને જાહેર બાંધકામ વિભાગ (PWD), ખાણકામ, શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ વિભાગ સોંપ્યો છે. સકીના મસૂદ ઇટૂને આરોગ્ય અને તબીબી, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

આર્ટીકલ 370 હટાવ્યા બાદ, ઓમર અબ્દુલ્લાએ 16 ઓક્ટોબરને બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ડેપ્યુટી CM સુરેન્દ્ર ચૌધરી સહિત 5 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારે આજે તે તમામ મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત કરવામાં આવી છે.

જૂઓ મંત્રીઓના વિભાગો યાદી

Jammu & Kashmir
@Jammu & Kashmir

નેશનલ કોન્ફરન્સે 42 સીટો જીતી હતી

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે 42 સીટો જીતી છે જ્યારે કોંગ્રેસને માત્ર 6 સીટો મળી છે. 90 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 42, BJP 29, કોંગ્રેસ 6, PDP 3, JPC 1, CPIS 1, AAP 1, જ્યારે 7 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે.

જમ્મુ અને કાશ્મીરની નવી કેબિનેટ:

  1. સકીના ઇટુ: જમ્મુ-કાશ્મીરના ડીએચ પોરાથી ધારાસભ્ય, 4 વખત મંત્રી અને 4 વખત ધારાસભ્ય.
  2. સુરેન્દ્ર ચૌધરી: ડેપ્યુટી સીએમ, નૌશેરાના નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યએ J-K બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા. ગત ચૂંટણીમાં તેઓ રવિન્દ્ર રૈના સામે હારી ગયા હતા.
  3. જાવેદ અહેમદ રાણા: પુંછ જિલ્લાના મેંધરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય, ભાજપના ઉમેદવાર મુર્તઝા અહેમદ ખાનને હરાવ્યા.
  4. સતીશ શર્મા: જમ્મુની છામ્બ સીટથી અપક્ષ ધારાસભ્ય સતીશ શર્મા ચૂંટણી બાદ નેશનલ કોન્ફરન્સમાં જોડાયા.
  5. જાવેદ દાર: રફિયાબાદ સીટથી ધારાસભ્ય, 9 હજારથી વધુ મતોથી જીત્યા.

આ પણ જૂઓ: PM મોદીની આગેવાનીમાં NDAના CM અને Dy.CM ની બેઠક યોજાઈ

Back to top button