ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા: હાઇવે પર લૂંટ કરતી ડફેર ગેંગનો પર્દાફાશ, ત્રણ સાગરીતો ઝડપાયા

Text To Speech
  • એક ટ્રક ડ્રાઇવરની હત્યા તેમજ કાર ચાલકને લૂંટી લેવાના બનાવની કબુલાત કરી
  • અગાઉ ક્લીનરને મારીને રોકડા રૂ.5,000 લૂંટી લેવાનો બનાવ બન્યો હતો
  • વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડફેર ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા

વડોદરાના મકરપુરા વિસ્તારમાં હાઇવે પર લૂંટ કરતી ડફેર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. ટોળકીએ એક ટ્રક ડ્રાઇવરની હત્યા તેમજ કાર ચાલકને લૂંટી લેવાના બનાવની કબુલાત કરી છે.

ક્લીનરને મારીને રોકડા રૂ.5,000 લૂંટી લેવાનો બનાવ બન્યો હતો

શહેરના મકરપુરા વિસ્તારમાં એરફોર્સ નજીક રાત્રે કાર પાર્ક કરીને પેશાબ કરવા ઉતરેલા એક કાર ચાલકને ખેતરમાં ઢસડી જઈ મોબાઈલ તેમજ રોકડ રકમ લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ તા.25 એપ્રિલે મેરાજ ખાન નામના ટ્રક ડ્રાઇવરને તેના જ કપડા વડે બાંધીને ખેતરમાં માર મારવામાં આવ્યો હોવાનો તેમજ ક્લીનરને મારીને રોકડા રૂ.5,000 લૂંટી લેવાનો બનાવ બન્યો હતો.

પોલીસ સાથે સંકલન કરીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડફેર ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા

ઉપરોક્ત બંને બનાવોમાં પોલીસે સીસીટીવી તેમજ અન્ય સોર્સ મારફતે જુદી-જુદી દિશાઓમાં તપાસ કરી હતી. આ જ પ્રકારના હાઇવે પર લૂંટના બનાવ અમદાવાદ તેમજ નડિયાદમાં પણ બન્યા હોવાથી ત્યાંની પોલીસ સાથે સંકલન કરીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડફેર ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: સુરતની જેલમાં રહેલા નારાયણ સાંઈએ પિતા આસારામને મળવા જામીન અરજી કરી 

Back to top button