ગુજરાતટ્રેન્ડિંગ

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

Text To Speech

ગાંધીનગર, 17 ઓક્ટોબર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે મહેસૂલ વિભાગના ફીડબેક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના સચિવ, જમીન સુધારણા કમિશનર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

ગાંધીનગર ખાતે સચિવાલયમાં શરૂ કરવામાં આવેલા ફીડબેક સેન્ટર ખાતે બિનખેતીની અરજી, હયાતીમાં હક્ક દાખલ અરજી, વારસાઇની અરજી, ખેડૂત ખરાઇ પ્રમાણપત્રની અરજી સહિતની કુલ 36 સેવાઓ બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવશે. આ ફીડબેક સેન્ટર પર મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક બનાવવામાં આવશે.

આ પણ વાંચો :- હરિયાણામાં હાર બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો, આ વરિષ્ઠ નેતાએ પાર્ટી છોડી

Back to top button