ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસના એન્જિન સહિત 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Text To Speech

માલેગાંવ, 17 ઓકટોબર : મહારાષ્ટ્રના માલેગાંવ પાસે ગુરુવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. રિપોર્ટ અનુસાર, 12520 અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ ગુરુવારે સવારે જ અગરતલાથી નીકળી હતી. તે લુમડિંગ-બરદારપુર હિલ સેક્શનના ડિબ્લોંગ સ્ટેશન પર લગભગ 3:55 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ છે.  ટ્રેનની પાવર કાર અને એન્જિન સહિત 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત ટ્રેન અને અકસ્માત રાહત મેડિકલ ટ્રેન બચાવ અને પુનઃસ્થાપન કામગીરી પર નજર રાખવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.

દરમિયાન, લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન સેક્શન પર ટ્રેનોનું સંચાલન આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે. હેલ્પલાઈન નંબર 03674 263120, 03674 263126 પર ફોન કરીને અકસ્માત વિશે અપડેટ મેળવી શકાય છે.

આ પણ વાંચો :બહરાઇચ હિંસામાં 5 આરોપીઓની ધરપકડ, એન્કાઉન્ટરમાં બેને ગોળી, નેપાળ ભાગી જવાનો હતો પ્રયાસ

Back to top button