ટ્રાવેલટ્રેન્ડિંગ

ઓક્ટોબર-નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે મનાલી, 5 જગ્યા જીતી લેશે દિલ

Text To Speech
  • ઓક્ટોબર-નવેમ્બરમાં ફરવા માટે તમે મનાલીનો ઓપ્શન પસંદ કરી શકો છો. જો તમે શાંતિપૂર્ણ સ્થળે જવા માંગતા હોવ તો મનાલી ચોક્કસ જાવ

HD ન્યુઝ ડેસ્કઃ ઘણા લોકો ઓક્ટોબર-નવેમ્બરમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. જો તમે પણ તેમાંથી એક હો તો તમે મનાલીનો ઓપ્શન પસંદ કરી શકો છો. જો તમે શાંતિપૂર્ણ સ્થળે જવા માંગતા હોવ તો મનાલી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. મનાલી હિલ સ્ટેશનની સુંદરતા શિયાળામાં નોંધપાત્ર રીતે વધી જાય છે. તમે તમારા પરિવાર સાથે આ સ્થળે ફરી શકો છો.

મનાલી હિમાચલ પ્રદેશનું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે. જો તમે મનાલી ફરવા જઈ રહ્યા છો તો આ 5 લોકપ્રિય સ્થળોની અવશ્ય મુલાકાત લો.

મનાલીમાં 5 લોકપ્રિય સ્થળો

ઓક્ટોબર-નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે મનાલી, 5 જગ્યા જીતી લેશે દિલ hum dekhenge news

રોહતાંગ પાસ

રોહતાંગ પાસ મનાલીનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે. તે સમુદ્ર સપાટીથી 3978 મીટરની ઉંચાઈ પર આવેલું છે. અહીંથી હિમાલયની પહાડીઓનો સુંદર નજારો જોઈ શકાય છે. રોહતાંગ પાસ પર પ્રવાસીઓને સ્નોબોલ અને સ્કીઈંગ કરવું ખૂબ જ ગમે છે.

સોલાંગ વેલી

સોલાંગ વેલીને ‘હિમાચલનું સ્વિટ્ઝરલેન્ડ’ પણ કહેવામાં આવે છે. આ ખીણ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ અને કેમ્પિંગ જેવી ઘણી સાહસિક પ્રવૃત્તિઓ કરી શકો છો.

ઓક્ટોબર-નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે મનાલી, 5 જગ્યા જીતી લેશે દિલ hum dekhenge news

હિડમ્બા મંદિર

પહાડો પર સ્થિત આ મંદિર મનાલીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ મંદિર ભીમની પત્ની હિડમ્બાને સમર્પિત છે. આ મંદિર અન્ય મંદિરોની તુલનામાં એકદમ અલગ છે. શાંતિપ્રિય યાત્રીઓ માટે આ જગ્યા બેસ્ટ માનવામાં આવે છે.

વશિષ્ઠ ગામ

વશિષ્ઠ ગામ મનાલીનું એક પ્રાચીન ગામ છે. અહીં ઘણા પ્રાચીન મંદિરો અને ગુરુદ્વારા આવેલા છે. વશિષ્ઠ ગામમાં ગરમ ​​પાણીના ઝરણાં પણ છે, જેમાં સ્નાન કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે.

મનુ મંદિર

મનુ મંદિર મનાલીનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિર મહર્ષિ મનુને સમર્પિત છે. મંદિર સુધી પહોંચવા માટે તમારે થોડું ચાલવું પડશે. મંદિરમાંથી હિમાચલની પહાડીઓનો અદભૂત નજારો જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ દિવાળીમાં પ્રવાસ માટે થઈ જાવ તૈયાર: ગુજરાતના 27માંથી 26 અભ્યારણ્ય પ્રવાસીઓ માટે મૂકાયાં ખૂલ્લાં

Back to top button