ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

વાહ, આને કહેવાય ક્રિએટિવિટી! લાકડાનો ઉપયોગ કરીને દેખાડી અદ્ભૂત કળા, જૂઓ વીડિયો

Text To Speech
  • સોશિયલ મીડિયા પર દરરોજ સૌથી અનોખો કે વિચિત્ર વીડિયો અપલોડ થાય છે

HD ન્યૂઝ ડેસ્ક, 17 ઓકટોબર: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારે શું વાઈરલ થશે તે કોઈ કહી શકાતું નથી. સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વીડિયો અપલોડ થાય છે અને તેમાંથી સૌથી અનોખો કે વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમે આવા ઘણા વીડિયો જોયા હશે. કેટલાક લોકોમાં નૃત્યની પ્રતિભા હોય છે તો કેટલાકમાં આ વીડિયો જેવી અન્ય કળા હોય છે. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં અદભૂત ક્રિએટિવિટી અને કળા જોઈ શકાય છે. વીડિયો જોયા બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો જોયા પછી કોઈ પણ દંગ રહી જશે.

જૂઓ અહીં વાયરલ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)


વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, પાર્ક કે ખુલ્લી જગ્યામાં કેટલાંક લાકડાં રાખવામાં આવ્યાં છે. પરંતુ જે રીતે તે વૂડ્સ રાખવામાં આવે છે તે ક્રિએટિવિટી દર્શાવે છે. હકીકતમાં, બધાં જ લાકડાંને એક બાજુથી સાવ સાદાં કાપવામાં આવ્યાં છે અને પછી તેને એવી રીતે મૂકવામાં આવ્યાં છે કે, જાણે એ જગ્યાએ કોઈ ઊભું હોય. બટરફ્લાય સાથે પણ આવી જ સર્જનાત્મકતા દર્શાવવામાં આવી છે. કેટલાક લાકડાને સરખે ભાગે કાપીને એવી રીતે મૂકવામાં આવ્યા છે કે, જેનથી પતંગિયાનો આકાર બની જાય. આ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ કહી રહ્યા છે કે, “આ માટે ખૂબ જ ચોક્કસ અને ક્રિએટિવ હોવું જરૂરી છે, આ ખરેખર શાનદાર છે, એક શાનદાર કૌશલ્ય છે. કોઈ આટલું પરફેક્ટ કેવી રીતે હોઈ શકે? અમેઝિંગ, આને કહેવાય ક્રિએટિવિટી.”

આ પણ જૂઓ: SaReGaMaPa ફાઇનલિસ્ટે ટ્રેનમાં ગાયું સુંદર ગીત: સાંભળીને થઈ જશો ખુશ, જૂઓ વીડિયો

Back to top button