ટ્રેન્ડિંગ

મહિલાએ ભૂલથી પતિની દવાઓ ગળી લીધી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોકાવનારો

Text To Speech

બ્રિટન, 17 ઓકટોબર :   ભારતીય મૂળની એક વૃદ્ધ મહિલાનું અકસ્માતે તેના પતિની દવા લેવાથી મૃત્યુ થયા બાદ એક બ્રિટિશ કોરોનરે સરકારનું ધ્યાન એક મોટી બાબત તરફ દોર્યું છે. કોરોનરે ફાર્મસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સમાન દવાના કન્ટેનરના જોખમો અંગે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ને ચેતવણી જારી કરી છે. કોરોનર એક સરકારી અધિકારી હોય છે જેમણે કોઈના મૃત્યુની તપાસ માટે નિયુક્ત કરવામાં આવે છે.

હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા
સાઉથ-ઈસ્ટ ઈંગ્લેન્ડના સ્લોઈ, બર્કશાયરની 82 વર્ષીય સેવા કૌર ચઢ્ઢા ગયા વર્ષે મે મહિનામાં તેના ઘરના ફ્લોર પર પડી ગઈ હતી અને થોડા દિવસો પછી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. સેવા કૌર ચઢ્ઢા તેમના પતિ સાથે રહેતી હતી અને બંનેને ઘણી શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, જેના માટે તેઓએ ઘણી દવાઓ લીધી હતી. તેમની ઉંમરને કારણે કપલને વસ્તુઓ ભૂલી જવા જેવી સમસ્યા પણ થઈ હતી.

અહેવાલ પ્રકાશિત
બર્કશાયરની સહાયક કોરોનર કેટી થોર્ને આ અઠવાડિયે પ્રકાશિત થયેલા તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે કૌર ઘણા દિવસોથી પોતાની દવાને બદલે પતિની દવાઓ લેતી હતી જેમાં ડાયબિટિશની દવા પણ હતી.” તેમનું બ્લડ સુગર લેવલ અત્યંત ઓછું હોવાનું જાણવા મળ્યું હતું. લોહીના પ્રવાહમાં ઓછા ગ્લુકોઝ માટે જરૂરી સારવારના અભાવે ચઢ્ઢાના મૃત્યુનું કારણ લોહીમાં સોડિયમની ઉણપ હોવાનું જાણવા મળ્યું હતું.

‘ભવિષ્યમાં ખતરો વધશે’
કોરોનર કેટી થોર્ને ‘પ્રિવેન્શન ઓફ ફ્યુચર ડેથ્સ રિપોર્ટ’માં કહ્યું, “તપાસ દરમિયાન કેટલીક ચિંતાજનક બાબતો સામે આવી છે. મારા મતે, જો પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં મૃત્યુનું જોખમ વધશે. તેમની તપાસમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી દવાઓના પેકેજિંગમાં સમાનતા સહિત અનેક ‘સંબંધિત મુદ્દાઓ’ પણ બહાર આવ્યા છે, જે ઘણીવાર વૃદ્ધ દંપતીને મૂંઝવણમાં મૂકે છે. તેમજ દવા વગેરેનું નામ નાના લેબલ પર લખવામાં આવે છે.

આ પણ વાંચો : નાયબ સિંહ સૈનીએ હરિયાણાના CM તરીકે લીધા શપથ, જૂઓ કેબિનેટની સંપૂર્ણ યાદી

Back to top button