ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાયબ સિંહ સૈનીએ હરિયાણાના CM તરીકે લીધા શપથ, જૂઓ કેબિનેટની સંપૂર્ણ યાદી

  • કેબિનેટમાં ઘણા જૂના દિગ્ગજ નેતાઓ અને કેટલાક નવા-યુવા ચહેરાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે

ચંદીગઢ, 17 ઓક્ટોબર: નાયબ સિંહ સૈનીએ આજે ગુરુવારે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે મંચ પર હાજર પીએમ નરેન્દ્ર મોદીના આશીર્વાદ લીધા હતા. આ પછી તેઓ અન્ય નેતાઓને પણ મળ્યા હતા. સીએમ સૈની પછી તરત જ અનિલ વિજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. કેબિનેટમાં ઘણા જૂના દિગ્ગજ નેતાઓ અને કેટલાક નવા-યુવા ચહેરાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે. અનિલ વિજને પોતે નાયબ સિંહ સૈનીએ બોલાવ્યા હતા અને શપથ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. અનિલ વિજ માટે તેમના હેઠળ મંત્રી બનવું મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેઓ પણ પોતાને મુખ્યમંત્રીનો ચહેરો ગણાવતા રહ્યા છે. એટલું જ નહીં, ઘણી વખત તેઓ એવા નિવેદનો પણ આપતા રહ્યા છે કે, જેનાથી નેતૃત્વ અસ્વસ્થ થાય. જો કે બુધવારે ધારાસભ્ય દળની બેઠકમાં તેમણે જ નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

 

આ કેબિનેટ મંત્રીઓમાં આરતી સિંહ રાવનો પણ સમાવેશ થાય છે, જેઓ અહિરવાલ વિસ્તારની અટેલી બેઠક પરથી જીત્યા છે. તે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહના પુત્રી છે. આ સિવાય ગુરુગ્રામ ક્ષેત્રની બાદશાહપુર સીટથી જીતેલા રાવ નરબીર સિંહ પણ મંત્રી બન્યા છે. આ સિવાય બ્રાહ્મણ સમુદાયના અરવિંદ શર્મા અને ગૌરવ ગૌતમે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ સોનીપત જિલ્લાની ગોહાના બેઠક પરથી જીત્યા હતા, જ્યાંની જલેબી રાહુલ ગાંધીના ભાષણ પછી ચર્ચામાં હતી. જ્યારે અનિલ વિજ અને ઘનશ્યામ દાસ અરોરાનો પંજાબી ચહેરા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. મનોહરલાલ ખટ્ટરની સરકારમાં તેઓ ગૃહમંત્રી હતા. રાજપૂત સમાજના શ્યામ સિંહ રાણા પણ કેબિનેટનો હિસ્સો બન્યા છે. જાટ સમુદાયના મહિપાલ ઢાંડા અને શ્રુતિ ચૌધરી પણ મંત્રી બન્યા છે. શ્રુતિ ચૌધરી લાંબા સમયથી કોંગ્રેસમાં રહેલા કિરણ ચૌધરીના પુત્રી છે. આ બંને તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.

તેમના સિવાય બીજા પણ ઘણા નામ છે, જુઓ સંપૂર્ણ યાદી…

  1. અનિલ વિજ- કેબિનેટ મંત્રી
  2. આરતી સિંહ રાવ- કેબિનેટ મંત્રી
  3. શ્યામસિંહ રાણા- કેબિનેટ મંત્રી
  4. રાવ નરબીર સિંહ- કેબિનેટ મંત્રી
  5. મહિપાલ ધંડા- કેબિનેટ મંત્રી
  6. અરવિંદ શર્મા- કેબિનેટ મંત્રી
  7. શ્રુતિ ચૌધરી- કેબિનેટ મંત્રી
  8. કૃષ્ણા બેદી- કેબિનેટ મંત્રી
  9. ઘનશ્યામ દાસ અરોરા- કેબિનેટ મંત્રી
  10. રણબીર ગંગુઆ- કેબિનેટ મંત્રી
  11. વિપુલ ગોયલ- કેબિનેટ મંત્રી
  12. રાજેશ નાગર- રાજ્ય મંત્રી, સ્વતંત્ર હવાલો
  13. ગૌરવ ગૌતમ- રાજ્યમંત્રી, સ્વતંત્ર હવાલો

સ્ટેજ પર NDAના નેતાઓનો મેળાવડો, હરિયાણામાં શક્તિ પ્રદર્શન

આ દરમિયાન સ્ટેજ પર NDA નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત દેશના કુલ 19 રાજ્યોના CM આવી પહોંચ્યા હતા, જ્યારે ભાજપ અને સહયોગી શાસિત રાજ્યોના 16 ડેપ્યુટી સીએમ પણ પહોંચ્યા હતા. મંચ પર એકનાથ શિંદે, મોહન યાદવ, અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી જેવા નેતાઓ જોવા મળ્યા હતા. આ સિવાય UPના સીએમ યોગી આદિત્યનાથ, આસામના CM હિમંતા બિસ્વા સરમા, ગોવાના પ્રમોદ સાવંત સહિત અન્ય ઘણા નેતાઓ હાજર હતા.

આ પણ જૂઓ: ભાજપના આ રણનીતિકાર બની શકે છે J&Kના ઉપરાજ્યપાલ, ઘાટીની પરિસ્થિતિના છે વિશેષ જાણકાર

Back to top button