મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, આ IRS અધિકારી લડી શકે છે ચૂંટણી
- સમીર વાનખેડે શિંદે જૂથની શિવસેનામાં જોડાશે
- વાનખેડે ધારાવી બેઠક ઉપરથી ઝુંકાવે તેવી શક્યતા
- સમીર વાનખેડેએ 2021માં શાહરૂખ ખાનના પુત્રની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી
મુંબઈ, 17 ઓક્ટોબર : ભારતીય મહેસૂલ સેવા એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ વિભાગના અધિકારી સમીર વાનખેડે કે જેઓ અનેક કથિત નાણાકીય અને પ્રક્રિયાગત ગેરરીતિઓ માટે સ્કેનર હેઠળ હતા તેઓ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડશે તેમ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે, સમીર વાનખેડે એ જ અધિકારી છે જેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમનું નેતૃત્વ કર્યું હતું અને જેણે અભિનેતા શાહરૂખના પુત્ર આર્યન ખાનની 2021 માં ડ્રગ સંબંધિત આરોપો પર ક્રુઝમાંથી ધરપકડ કરી હતી. આર્યનને જામીન પર મુક્ત થતાં પહેલા લગભગ એક મહિના જેલમાં વિતાવ્યો હતો.
આ ઉપરાંત સંજય કુમાર સિંહ કે જેઓ ઓડિશા કેડરના 1996-બેચના IPS અધિકારી છે તેમણે NCBની વિશેષ તપાસ ટીમ (SIT) નું નેતૃત્વ કર્યું હતું જેણે આર્યન ખાન અને અન્ય પાંચને તેમની વિરુદ્ધ પુરાવાના અભાવને ટાંકીને ક્લીનચીટ આપી હતી. સમીર વાનખેડેની આગેવાની હેઠળની NCB મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ટીમે દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો :- સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણયઃ નાગરિકતા કાયદાની કલમ 6A માન્ય જાહેર કરવામાં આવી