ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણયઃ નાગરિકતા કાયદાની કલમ 6A માન્ય જાહેર કરવામાં આવી

Text To Speech
  • જસ્ટિસ જેબી પારડીવાલાની અસંમતિ સાથે 4-1ની બહુમતીથી નિર્ણય આપવામાં આવ્યો

નવી દિલ્હી, 17 ઓકટોબર: સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે એક મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા નાગરિકતા કાયદાની કલમ 6Aની માન્યતાને યથાવત રાખવામાં આવી છે. તે 1985માં આસામ એગ્રીમેન્ટ પછી રજૂ કરવામાં આવી હતી. જેણે માર્ચ 1971 પહેલા ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપતા અટકાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 4-1ના બહુમતી નિર્ણય દ્વારા કલમ 6Aને માન્ય જાહેર કરી હતી. માત્ર જસ્ટિસ જેબી પારડીવાલાએ આ મુદ્દે અસંમતિ દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 12 ડિસેમ્બરે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

કલમ 6 મુજબ, બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ કે જેઓ 1 જાન્યુઆરી, 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામ આવ્યા હતા, તેઓ પોતાને ભારતીય નાગરિક તરીકે નોંધણી કરાવી શકે છે. જો કે, 25 માર્ચ, 1971 પછી આસામમાં આવતા વિદેશીઓ ભારતીય નાગરિકતા માટે પાત્ર નથી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે, 1966થી પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના આગમનને કારણે રાજ્યનું વસ્તી વિષયક સંતુલન બગડી રહ્યું છે. રાજ્યના મૂળ રહેવાસીઓના રાજકીય અને સાંસ્કૃતિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. સરકારે નાગરિકતા કાયદામાં 6A ઉમેરીને ગેરકાયદેસર ઇમિગ્રેશનને કાયદેસરની મંજૂરી આપી છે.

હકીકતમાં, આસામ એગ્રીમેન્ટ હેઠળ ભારતમાં આવતા લોકોની નાગરિકતા પર કાર્યવાહી માટે નાગરિકતા અધિનિયમમાં કલમ 6A ઉમેરવામાં આવી હતી તે જણાવે છે કે, જે લોકો 1985માં બાંગ્લાદેશ સહિતના ક્ષેત્રોમાંથી 1 જાન્યુઆરી 1966ના રોજ અથવા તે પછી 25 માર્ચ, 1971 પહેલા આસામ આવ્યા હતા અને ત્યારથી ત્યાં રહેતા હતા, તેમણે ભારતીય નાગરિકતા મેળવવા માટે કલમ 18 હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પરિણામે, આ જોગવાઈએ આસામમાં બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાની છેલ્લી તારીખ 25 માર્ચ, 1971 નક્કી કરી હતી.

આ મામલો 2014માં બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો 

5 ડિસેમ્બર-2023ના રોજ, સુપ્રીમ કોર્ટે આસામમાં નાગરિકતા કાયદાની કલમ 6A સંબંધિત 17 અરજીઓ પર 5 ન્યાયાધીશોની બેંચમાં સુનાવણી શરૂ કરી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, 1966 અને 1971ની વચ્ચે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકત્વ આપવાથી આસામની વસ્તી અને સાંસ્કૃતિક ઓળખ પર કોઈ અસર પડી હોય તેવા કોઈ પુરાવા નથી.

આ પણ જૂઓ: SCના આગામી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે સંજીવ ખન્ના, CJI ચંદ્રચુડનો કેન્દ્રને પ્રસ્તાવ

Back to top button