ટ્રેન્ડિંગદિવાળીધર્મ

દિવાળીને લઈને મૂંઝવણ ખતમ, જાણો ક્યારે છે ધનતેરસ, એ દિવસે શું ખરીદશો?

  • દિવાળીને લઈને મૂંઝવણ હવે ખતમ થઈ ચૂકી છે. દેશભરના જ્યોતિષ વિદ્વાનો એક થઈ ચૂક્યા છે. ધનતેરસ અને કાળી ચૌદસ ક્યારે ઉજવાશે તે પણ નક્કી થઈ ચૂક્યું છે

HD ન્યુઝ ડેસ્કઃ તહેવારોને લઈને ઘણા વર્ષોથી ચાલી રહેલા મતભેદ પર કાશીના પંચાગ અને જ્યોતિષના વિદ્વાનો હવે આ વર્ષે દિવાળીની તારીખને લઈને સહમત થઈ ચૂક્યા છે. દિવાળીને લઈને મૂંઝવણ હવે ખતમ થઈ ચૂકી છે. આ લોકોએ જાહેરાત કરી છે કે દિવાળીનો તહેવાર આખા દેશમાં 31 ઓક્ટોબરના રોજ જ ઉજવવામાં આવશે. દિવાળીના મુખ્યકાળ પ્રદોષમાં અમાસ હોય તે ખૂબ જ જરૂરી છે અને તે દિવસ સહમતીથી 31 ઓક્ટોબર નક્કી થયો છે. દેશના કોઈ પણ ભાગમાં 1 નવેમ્બરે પૂર્ણ પ્રદોષકાળમાં અમાસ નથી અને તેથી કોઈ કાળે 1 નવેમ્બરે દિવાળીનો તહેવાર ઊજવી ન શકાય.

ધનતેરસનું મહત્ત્વ

ધનતેરસનો તહેવાર દર વર્ષે દિવાળી પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેર અને ધનના દેવતા ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર કારતક વદ તેરસે ઉજવવામાં આવે છે. આ દિવસે મુખ્યત્વે ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ ક્યારે ઊજવાશે અને આ દિવસે શું ખરીદવું જોઈએ?

દિવાળીને લઈને મૂંઝવણ ખતમ, જાણો ક્યારે છે ધનતેરસ, એ દિવસે શું ખરીદશો? hum dekhenge news

ધનતેરસ ક્યારે છે

ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ એટલે કે ત્રયોદશીએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબર, મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે સોના-ચાંદીના ઝવેરાત અને નવા વાસણો ખરીદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. ધનતેરસનો તહેવાર ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ધનના દેવતા કુબેરજીની સાથે સાથે ધનની દેવી લક્ષ્મી અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ પર શું ખરીદવું જોઈએ?

જો તમે ધનતેરસના શુભ અવસર પર ઘરમાં નવી સાવરણી અને ધાણા લાવો છો, તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખા વર્ષ દરમિયાન ધન અને સમૃદ્ધિમાં વધારો થવાના આશીર્વાદ આપે છે. ધનતેરસના દિવસે, ઘણા લોકો તેમના ઘરે રોજિંદા ઉપયોગની નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવે છે. આ દિવસે યમનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.

દિવાળીને લઈને મૂંઝવણ ખતમ, જાણો ક્યારે છે ધનતેરસ, એ દિવસે શું ખરીદશો? hum dekhenge news

ક્યારે છે કાળી ચૌદશ

કાળી ચૌદશને નરક ચતુર્દશી, છોટી દીપાવલી પણ કહેવાય છે. તે ધનતેરસના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે 30 ઓક્ટોબરના રોજ કાળી ચૌદશની પૂજા થશે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે. હનુમાનજીને આ દિવસે બુંદીનો ભોગ ધરાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ દિવાળી બાદ શનિ દેવ આ રાશિઓ માટે ઊભી કરશે મુશ્કેલીઓ, રાખજો ધ્યાન

Back to top button